2 STATES

176 195 (10% Off)
Name: ટુ સ્ટેટ્સ
SKU Code: 672
Weigth (gms): 250
Year: 2015
Pages: 312
ISBN: 9789351222774
Availability: In Stock

ટુ સ્ટેટ્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દુનિયાભરનાં પ્રેમલગ્નોની વાત, આમ તો બહુ સીધીસાદી હોય છે :

છોકરો છોકરીને પ્રેમ કરે. છોકરી છોકરાને પ્રેમ કરે અને બંને પરણી

જાય.


ભારતમાં કેટલીક વધુ બાબતો ઉમેરાય છે :

 

છોકરો છોકરીને પ્રેમ કરે છે. છોકરી છોકરાને પ્રેમ કરે છે.

છોકરીનો પરિવાર પણ છોકરાને પ્રેમ કરતો હોવો જોઈએ.

છોકરાનો પરિવાર પણ છોકરીને પ્રેમ કરતો હોવો જોઈએ.

છોકરીનો પરિવાર, છોકરાના પરિવારને પ્રેમ કરતો હોવો જોઈએ.

છોકરાનો પરિવાર, છોકરીના પરિવારને પ્રેમ કરતો હોવો જોઈએ.

છોકરો અને છોકરી તો હજુ એકબીજાંને ચાહે જ છે. તેઓ પરણી જાય છે.

2 સ્ટેટ્સમાં આપનું સ્વાગત છે. આ વાત છે ભારતનાં બે જુદાં જુદાં રાજ્યોમાંથી આવતાં ક્રિશ અને અનન્યાની.

તે બંને એકબીજાંના ગાઢ પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે. પણ તેમનાં માતાપિતાને આ લગ્ન મંજુર નથી.

તેમની લવસ્ટોરીને લવમેરેજમાં ફેરવવા માટે તેમણે બહુ ઝઝૂમવું પડે છે, કારણ કે ઝઘડવું અને બળવો કરવાનું તો સહેલું છે, પરંતુ પરિવારને મનાવવાનું અઘરું હોય છે.

શું આ બંને તેમ કરી શકશે?


ભારતમાં સૌથી વધુ વંચાતા અને સૌથી વધુ વેચાતા પુસ્તકોના લેખક ચેતન ભગતની આધુનિક ભારતમાં થતા લગ્ન વિશેની આ અનોખી કથા છે.


ચેતન ભગત : આજે એકમાત્ર એવા લેખક છે જેમનાં પુસ્તકો પ્રકાશિત થતાં જ બેસ્ટસેલર બની જાય છે! ન્યૂ યોર્ક ટાઇમ્સે તેમને ભારતીય ઇતિહાસમાં સૌથી વધારે વંચાતા નવલકથાકાર કહ્યા છે. તેમનાં પુસ્તકો પરથી બોલીવૂડમાં સુપરહિટ ફિલ્મો બની છે.


નવી પેઢીના રૉલમોડલ એવા ચેતન IIMIITના ગ્રેજ્યુએટ છે. તેઓ IIMની ક્લાસમૅટ અનુષાને પરણ્યાં છે. તેમને બે પુત્રો છે – ઈશાન અને શ્યામ.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત