2005 NI SHRESHTH VARTAO (EDITED)

135 150 (10% Off)
Name: ૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ
SKU Code: 1159
Weigth (gms): 260
Year: 2006
Pages: 254
ISBN: 9788189598778
Availability: In Stock

૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અત્યારના આપણા ગુજરાતી નવલકથાકારો અને વાર્તાકારોમાં વીનેશ અંતાણી મોખરાનું સ્થાન ધરાવે છે. એમના આ બે પ્રિય સ્વરૂપો ઉપરાંત નાટક, નિબંધ અને ફિલ્મની પટકથા સુધી એમનો શબ્દ વિસ્તર્યો છે. ઓગણીસસો છેંતાલીસના જૂનની સત્યાવીસમી તારીખે જન્મેલા આ કચ્છી માડુએ સમજણા થયા ત્યારથી જ કોઈ ને કોઈ રીતે શબ્દ સાથે જો ડાયેલા રહીને સાતત્યપૂર્વક લેખનકાર્ય કર્યું છે. જ્યારે સર્જનાત્મક શબ્દ પાડવાની ચૈતસિક ભૂમિકા ન હોય ત્યારે પ્રયત્નપૂર્વક કે ઝનૂનપૂર્વક શબ્દને ખેંચી લાવવાને બદલે એમણે ઉત્તમ રચનાઓના અનુવાદનું કાર્ય કર્યું છે. શબ્દને સ્ટેજ પણ રેઢો રહેવા દીધા વિના એમણે પોતાની સર્જકતાને સતત સંકોરી છે,સ્વરૂપની રીતે જોઈએ તો ભલે એમણે વીસેક નવલકથાઓ આપી હોય, પરંતુ વાર્તા એ એમનો પહેલો પ્રેમ છે. વીનેશભાઈ હમેશાં પૂર્ણતાના આગ્રહી રહ્યા છે. કોઈ એક કાર્યમાં સઘળી નિષ્ઠા અને કુશળતા પ્રયોજ્યા પછી સહજ રીતે જ અળગા થઈ જવાનું એમને આવડે છે.બહારથી અંતર્મુખ લાગતા વીનેશભાઈ સાવ એકાન્તદ્વીપમાં રહેનારા માનવી નથી. એ સગાંવહાલાંઓ ઉપરાંત મિત્રોને ભરપૂર ચાહી શકે છે ને વારતહેવારે એના પુરાવાઓ પણ આપતા રહે છે. તાટધ્યપૂર્વકનો લગાવ અને લગાવપૂર્ણ તથ્ય એ એમનો સ્વભાવછે, કદાચ આ સ્વભાવ જ એમને સાહિત્યસર્જન ઉપરાંત જીવનના । વિવિધ તબક્કાઓમાં પણ મદદરૂપ બન્યો હશે એમ લાગે છે. વીનેશભાઈના સમકાલીન હોવું એ આનંદનો વિષય ગણાતો હોય તો એમના અંતરંગ મિત્ર હોવું એ ગૌરવનો વિષય ગણાવો જોઈએ !-
હર્ષદ ત્રિવેદી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત