AA CHHE SIACHEN

405 450 (10% Off)
Name: આ છે સિઆચેન
SKU Code: 7811
Publisher: URANUS BOOKS
Weigth (gms): 600
Year: 2017
Pages: 232
ISBN: 9788193238905
Availability: In Stock

‘આ છે સિઆચેન’ : વિશ્વના સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સિઆચેન એટલે દુનિયાથી અલિપ્ત એવી દુનિયા કે જે સરેરાશ ૬,૦૦૦ મીટર ઊંચા હિમપહાડોમાં આવેલી છે. એ દુનિયા કે જ્યાં થર્મોમીટરનો પારો શૂન્ય નીચે ૨૦થી પપ અંશ સેલ્શિઅસે રહે છે. એ દુનિયા કે જ્યાં ભારતીય લશ્કરના શેરદિલો જાનના જોખમે આપણી સરહદનું રખોપું કરે છે.

આ દુનિયાની હર્ષલ પુષ્કર્ણાએ લીધેલી રૂબરૂ મુલાકાત ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસની સીમાચિહ્નરૂપ ઘટના છે. આ મુલાકાતના અનુભવો તેમજ સિઆચેનમાં ફરજ બજાવતા આપણા હિમપ્રહરીઓનો ઇન્ટરવ્યૂ કરીને મેળવેલી ફર્સ્ટ-હેન્ડ માહિતી એટલે હર્ષલ પુષ્કર્ણા લિખિત પુસ્તક ‘આ છે સિઆચેન’.