ADBHUT PREMNI VISMAYKARAK VATO

293 325 (10% Off)
Name: અદભુત પ્રેમની વિસ્મયકારક વાતો
SKU Code: 5658
Weigth (gms): 320
Year: 2018
Pages: 148
ISBN: 9788184407310
Availability: In Stock

અદભુત પ્રેમની વિસ્મયકારક વાતો

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

પ્રેમની અદભુત લાગણીઓ કરતાં તેની સાથે સંકળાયેલી વાસ્તવિક્તાઓ વધુ નવાઈ પમાડે તેવી હોય છે, જે આપણા મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન કરતી જાય છે. શા માટે સાત જન્મ સાથે જીવવાના વચન સાથે સહજીવન શરૂ કરનારા યુગલો પહેલા જ જન્મમાં હાંફવા માંડે છે ? શા માટે એક હૂંફાળો માળો બનાવવાના સ્વપ્ન સાથે જોડાતાં યુગલો એક જ છતની નીચે પોતાની અલગ-અલગ જિંદગી જીવતાં હોય છે ? ! શા માટે વિશ્વાસના રંગે દોરેલા સંબંધોના સુંદર ચિત્રમાં સાથીઓ સમયની સાથે છેતરપિંડીની પીંછી ફેરવતા હોય છે. ? ! શા માટે અન્ય લોકોની પસંદ-નાપસંદ વિશે સતત જાગૃત રહેતાં યુગલો એક-બીજાના ગમા-અણગમા પ્રત્યે આંખ આડા કાન કરતાં હોય છે. ? ! શા માટે એકબીજાનો નાનકડો ઊંહકારો સાંભળીને ઊંછળી પડતા પ્રેમીઓ વર્ષો બદલાતાં એકબીજાની ચીસો પણ અવગણી જાય છે. ? ! શા માટે ‘તાકતે રહેતે તુઝકો સાંજ સવેરે’ જેવાં ગીતો ગાતા ગાતા પ્રેમમાં પડીને ‘જોર કા ઝટકા હાય જોરો સે લગા’ ગાવાનો વારો આવે છે. ? ! પ્રશ્નો અગણિત છે, જવાબો પણ વિવિધ પરિબળો થકી અનેક છે. પરંતુ, બધી જ રજૂઆતો અને તેના તારણના મૂળમાં પ્રેમની અદભુત લાગણીઓ સાથે સંકળાયેલી કડવી વાસ્તવિક્તાઓ છે. જ્યારે સમયની સાથે સંબંધ આગળ વધે છે. અને જવાબદારીની કેડી પર યુગલ ડગલા ભરવા માંડે છે ત્યારે વાસ્તવિકતા મોઢું ફાડે છે. અને પ્રેમના સાચા સ્વરૂપનું ભાન થવા માંડે છે અને પછી.....

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત