AJANI STREE

135 150 (10% Off)
Name: અજાણી સ્ત્રી
SKU Code: 9031
Weigth (gms): 140
Year: 2021
Pages: 136
ISBN: 9788194831402
Availability: In Stock

અજાણી સ્ત્રી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કશુંક દબાતા પગલે આવી જાય છે અને એની હાજરીની ખબર પડે તે સાથે જ બધું હડસેલીને કોઈ ઊભું થઈ જાય છે. તે વખતે માયા ઊભી થઈ ગઈ હશે. હવે મકરંદ. પાછળ એકલી શિવાની રહી ગઈ હતી.
*
કોઈક રમતે ચઢ્યું છે. ડેલી ઠોકે છે એ અને ડોસો બેય ડોસીને ધક્કે ચઢાવે છે. ડોસીનું આખું જીવવું જાણે ડોસા અને ડેલી વચ્ચે ફસાઈ ગયું હતું. કેટલા ધક્કા ખાવા? આવવું હસે તો આવસે, નકર ઊભું રે’ બા’ર.
*
મજાની વાત શું છે, ખબર છે? સ્મશાનમાં હંમેશાં જગ્યા ખાલી જ હોય છે.
*
રુચિરાએ કશુંક પકડવાનો પ્રયત્ન કર્યો – કોઈ પીડા, કયાંક ખરોંચ, બીજું કશુંક… દેખીતી પીડા ક્યાંય નહોતી, છતાં કશુંક હતું અને તે રુચિરા પકડી શકતી નહોતી, કદાચ એ બંને પણ પકડી શકતાં નહીં હોય. એની આસપાસ ફરે છે, અંદર ઝંપલાવતાં નથી.
*
દેખીતા સંબંધોની ઉપર પણ એક સંબંધ હોય છે અને એ… અને એ વધારે કોમળ અને પવિત્ર હોય છે.
*
વાર્તાલેખનનાં ઉત્તમ શિખર સર કરનાર સર્જક વીનેશ અંતાણીની કલમે આલેખાયેલી ‘અજાણી સ્ત્રી’ની મોટા ભાગની વાર્તાઓ આધેડ વયનાં સ્ત્રી-પુરુષના સંબંધ, વૃદ્ધાવસ્થાનું એકાકીપણું જેવા સૂક્ષ્મ ભાવોનું કલાત્મક નિરૂપણ કરે છે. સંથાલી લોકવાર્તા પર આધારિત વાર્તા ‘સાપ અને દુઃખિયા’ નવા જ વિષયવસ્તુ અને વાતાવરણમાં લઈ જાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત