AKHADA: THE AUTORIZED BIOGRAPHY OF MAHAVIR SINGH PHOGAT

149 165 (10% Off)
Name: અખાડા: ધ ઑથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ મહાવીર સિંહ ફોગાટ
SKU Code: 6071
Weigth (gms): 200
Year: 2018
Pages: 164
ISBN: 9789351981923
Availability: In Stock

"અખાડા" દ ઑથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ મહાવીર સિંહ ફોગાટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારતના શ્રેષ્ઠ રેસલિંગ કોચમાં સ્થાન ધરાવનારી પ્રેરક કથા

 

૨૦૦૦ની સાલમાં સિડની ખાતે યોજાયેલી ઓલિમ્પિક રમતોને

જાણીતા કુસ્તીબાજ મહાવીરસિંહ ફોગાટે જોઈ હતી. આ રમત દરમિયાન ભારતના ફાળે ખાસ કંઈ જ આવ્યું નહોતું. ખાસ કરીને મહાવીરના રાજ્ય દ્વારા કુસ્તીના વિજેતા માટે જાહેર કરવામાં આવેલી રકમનો કોઈ દાવેદાર નહોતો અને તેના કારણે મહાવીર ખૂબ જ નિરાશ થયો હતો. ફરી ક્યારેય આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તેણે એક એવો નિર્ણય કર્યો જેના વિશે કોઈને વિચાર પણ ન આવે. તેના પાડોશીઓના કુતુહલ વચ્ચે તેણે બે દિવસ સુધી પોતાના ઘરના પાછળના ભાગમાં અખાડો બનાવ્યો તથા દરરોજ પરોઢિયે પોતાની દીકરીઓ અને ભત્રીજીઓને ત્યાં આવીને તાલિમ લેવાનો આદેશ આપી દીધો. તેઓ એટલા નાના હતા કે તેમને એ પણ સમજ નહોતી કે તેમના પિતા અને તાઉ દ્વારા આપવામાં આવેલો આદેશ તેમનું જીવન બદલી નાખશે.

અખાડામાં તેમને મળેલો દરેક વિજય અને તેણે તેમના માટે જોયેલા સપનાં બધા ખૂબ જ મોટી કિંમત ચૂકવ્યા બાદ પૂરા થતા હતા. હરિયાણાનું એક નાનકડું ગામ બલાલી જે પોતાના સામાજિક કુરિવાજો અને ખાસ કરીને સ્ત્રીભ્રુણ હત્યા માટે પંકાયેલું હતું ત્યાં રહીને મહાવીરે પોતાની છોકરીઓને જાતે તાલીમ આપવા ઉપરાંત પોતાના પરિવારજનો અને સમાજ સામે પણ જંગ લડવાનો હતો.

અખાડા એક એવી વ્યક્તિની વાત છે જેણે સમાજ અને સંજોગો સામે જંગ છેડ્યો હતો. આ એક એવો પિતા હતો જે સતત સંઘર્ષ કરતો રહ્યો જેથી તેની દીકરીઓનું એવું ઉજ્જવળ ભવિષ્ય બને જેના વિશે તેમણે પોતે વિચાર્યું ન હોય.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત