ANDHARI RATE AAFAT

144 160 (10% Off)
Name: અંધારી રાતે આફત
SKU Code: 10240
Weigth (gms): 250
Year: 2026
Pages: 0
ISBN: 9788199726345
Availability: In Stock

અંધારી રાતે આફત

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બંગાળના પ્રતિભાવાન સાહિત્યકાર : પ્રેમેન્દ્ર મિત્ર

લેખક તરીકે પ્રેમેન્દ્રબાબુનું પ્રાગટ્ય આકસ્મિક અને નાટકીય રીતે થયું હતું. ૧૯૨૩ના નવેમ્બ૨માં ઢાકાથી કોલકાતા કોઈ કામ અંગે આવીને એક બોર્ડિંગમાં બે દિવસ રોકાયા હતા, ત્યારે બંધ બારીમાં ભરાવેલું એક જૂનું પોસ્ટકાર્ડ હાથ લાગ્યું. કુતૂહલવશ વાંચ્યું અને મગજમાં ઝબકારો થતાં લખવા બેસી ગયા. એકી બેઠકે બે વાર્તાઓ લખી. બીજે દિવસે કા પાછા ફરતાં ટપાલમાં એ સમયના ખૂબ પ્રતિષ્ઠિત ‘પ્રવાસી’ સામયિક ૫૨ મોકલી આપી. ત્રણેક મહિના બાદ પ્રવાસી'માં વારાફરતી બે અંકોમાં બન્ને વાર્તાઓ પ્રગટ થઈ. બંગાળી સાહિત્યમાં એક નવીન કલમનો ઉદય થયો.


અગાઉ પ્રેમેન્દ્રબાબુ ફિલ્મજગત સાથે ખૂબ ઓતપ્રોત હતા. તે દિવસોમાં તેમણે વાર્તાકાર, પટકથા લેખક, દિગ્દર્શક, નિર્માતા તરીકેની ભૂમિકા ભજવી હતી. ‘અંધારી રાતે આફ્ત' પુસ્તક ૫૨થી ‘કાલો છાયા' નામની બંગાળી ફિલ્મ બની હતી અને તેના પરથી બનેલી અપરાધી કૌન?” હિન્દી ફિલ્મમાં બંગાળના મશહૂર અભિનેતા અભિ ભટ્ટાચાર્ય સૌ પ્રથમવાર મુખ્ય કલાકાર બન્યા હતા.


પ્રેમેન્દ્ર મિત્ર કોલકાતા આકાશવાણીમાં પદાધિકારી તરીકે જોડાયા હતા અને વર્ષો સુધી સાહિત્ય સલાહકાર રહ્યા હતા. એમને સંખ્યાબંધ પુરસ્કારોની પ્રાપ્તિ થઈ હતી, જેમાં મુખ્યત્વે રવીન્દ્ર પુ૨સ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ બાળ - કિશોર સાહિત્યનો પુરસ્કાર, સોવિયત દેશનો નેહરુ પુરસ્કાર, શરદચંદ્ર મેમૉરિયલ પુરસ્કારનો સમાવેશ થાય છે. તેઓએ આમંત્રિત સાહિત્યકાર તરીકે યુરોપ- અમેરિકા - રશિયાનો પ્રવાસ પણ ખેડ્યો હતો.
બંગાળના આ પ્રતિભાવાન સાહિત્યકારનું ૧૯૯૮ના મે મહિનામાં અવસાન થયું.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત