BALUCHHERNI BALPOTHI

225 250 (10% Off)
Name: બાળઉછેરની બાળપોથી
SKU Code: 5421
Weigth (gms): 250
Year: 2018
Pages: 224
ISBN: 9789382779728
Availability: In Stock

બાળઉછેરની બાળપોથી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બાળકના માનસિક સ્વાસ્થ્યમાં નાનકડો સુધારો કરીને તેને જીવનભર સુખી અને સર્જનાત્મક વ્યક્તિ બનાવી શકાય છે, એવું સમજાતા ડૉ. રત્ના બિલવાણીએ બાળકોના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા પ્રેરાયા. તેમણે ૧૯૭૧માં એમ.બી.બી.એસ. કર્યું અને ૧૯૭૫માં નવી દિલ્હી ખાતે એઆઈઆઈએમ્સમાંથી મનોવિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ પછી તેઓ સહાયક અધ્યાપક તરીકે બી.જે. મેડિકલ કૉલેજમાં જોડાયા અને સિવિલ હોસ્પિટલમાં મનોરોગીઓની સારવાર માટે ઘણું કામ કર્યું. બાળકોના મનોરોગની સારવાર કરીને તેમને સ્વસ્થ વ્યક્તિ બનાવવામાં તેમણે ઘણી સફળતા મેળવી અને તેના કારણે બાળકોના મનોવિજ્ઞાનના સંશોધનમાં તેઓ વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા. તેમણે ૧૯૮૫માં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે સૌથી પહેલું “ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક” (સીજીસી) શરૂ કરવા અથાગ મહેનત કરી અને તેને સફળ બનાવ્યું. તેના કારણે રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અને કોલજમાં આ બાબત પર વધારે ધ્યાન અપાવા માંડ્યું અને વધારે સંસાધનો પણ
ફાળવ્યા.


ડૉ. રત્ના બિલવાણીએ બાળકોના મનોવિજ્ઞાનના અભ્યાસ માટે એક અભ્યાસક્રમ ઘડી કાઢ્યો અને તે જ્યારે બી.જે. મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇક્વાટ્રિસ્ટ એન્ડ પીડિયાટ્રિક્સના અનુસ્તાક અભ્યાસક્રમ તરીકે સ્વીકારાયો ત્યારે આ ક્ષેત્રમાં વધુ ને વધુ સજ્જ લોકોને જોડવાનો તેમનો મનોરથ સિદ્ધ થયો. ભાવિ ડૉક્ટરોમાં બાળકોના માનસિક સ્વાસ્થ્યની ઊંડી જાગરૂકતા કેળવાય તે હેતુથી તેઓ ૧૩વર્ષ સુધી જુસ્સાપૂર્વક ભણાવતા રહ્યા.
બાળકો અને કુટુંબોના માનસિક સ્વાસ્થ્ય અંગે ૪૦ વર્ષ સુધી સમાજની સેવા કરીને ડૉ. રત્ના બિલવાણી ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ સ્વર્ગવાસી થયા. બાળપણના પડકારોમાં સહાય અને માર્ગદર્શન આપવા માટે અસંખ્ય બાળકો અને કુટુંબો તેમના ઋણી બની રહ્યા છે અને તે બાળકો આજે પણ પોતે જે કંઈ છે, તે બનવામાં અમૂલ્ય ફાળો આપનાર ડૉ. રત્ના બિલવાણીના આભારી બની રહ્યા છે. જે પેઢીના સાઈકોલોજિસ્ટ અને સાઈયાટ્રિસ્ટને ડૉ. રત્ના બિલવાણીએ તાલીમ આપી છે, તે બધા એક અવાજે કહે છે કે ડૉ. રત્નાએ તે બધાને અસરકારક થેરાપીસ્ટ અને કાઉન્સીલર ફોર ફેમેલી બનાવવામાં ઘણી સહાય કરી છે, એટલુ જ નહીં પરંતુ તેમની ભાવનાત્મક તાકત અને વ્યક્તિત્વના ઘડતરનું શ્રેય પણ એ ડૉ. રત્ના બિલવાણીને આપે છે. માયા બાવીશી નામના એક સાઈકોલોજિસ્ટે યોગ્ય જ કહ્યું છે, “જ્યોત બુઝાઈ ગઈ છતાંય તેનો પ્રકાશ ચારે દિશાઓમાં હજું ફેલાયેલો જ છે.'

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત