BERMUDA TRIANGLE

153 170 (10% Off)
Name: બમ્યુઁડા ટાયેંગલ
SKU Code: 803
Weigth (gms): 150
Year: 2023
Pages: 144
Availability: In Stock

બમ્યુઁડા ટાયેંગલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બમ્યુંડા ટ્રાયેંગલ અથવા ડેવિલ્સ ટ્રાયેંગ્લ! આ નામ સાંભળતા જ રોમાંચ અને રહસ્ય બંને આપોઆપ જ પેદા થઈ જાય છે. બીમીની ટાપુઓ આ ત્રિકોણની અંદર આવે છે. અમેરિકાના મિયામીથી બીમીની ટાપુઓનું અંતર ૫૮ માઇલ છે. આ ટાપુઓની આજુબાજુના વિસ્તારમાં ઘણી રહસ્યમયી ઘટનાઓ બને છે. જેમ કે, સ્ટીમરોની બૅટરી અચાનક કામ કરતી બંધ થઈ જવી, એમની વિદ્યુત પ્રણાલી ઠપ થઈ જવી, હોકાયંત્રની સોય ફક્ત ઉત્તર દિશા બતાવવાને બદલે ગમે તેમ ફરવી, વહાણો ગૂમ થઈ જવા, વિમાનો ગાયબ થઈ જવા, રેડિયો સંપર્ક અચાનક તૂટી જવો, ઊડતી રકાબી જેવા પદાર્થો દેખાવા, દરિયાના પાણીમાંથી વિવિધ રંગનો પ્રકાશ દેખાવો વગેરે વગેરે.


આ બધી ઘટનાઓ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક છે. સાંપ્રત વિજ્ઞાનની દૃષ્ટિએ આ બધી ઘટનાઓને સમજાવવાના અનેક પ્રયાસો થયા હોવા છતાં એમાં કાંઈક ખૂટતું હોય એવું લાગે જ છે. એ 'કાંઈક'ને વણી લઈને આ સફરની શરૂઆત થાય છે અને ત્યારબાદ સમયની અને વિજ્ઞાનની અટપટી વાતો વાસ્તવિક જિંદગીને અને જીવતા માણસોને કઈ રીતે અસર કરે એ જાણવા આપણે જવું જ રહ્યું, 'બર્મ્યુડા ટ્રાયેંગલ'માં!

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત