BHARATNA 75 JOVALAYAK STHALO

135 150 (10% Off)
Name: ભારતના ૭૫ જોવાલાયક સ્થળો
SKU Code: 9524
Publisher: BOOK SHELF
Weigth (gms): 110
Year: 2022
Pages: 80
ISBN: 9789393482013
Availability: In Stock

ભારતના ૭૫ જોવાલાયક સ્થળો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. સ્વિત્ઝરલૅન્ડમાં પ્રવાસીઓ જાય તો બરફાચ્છાદિત શિખરો જોવા મળે, ન્યૂઝિલેન્ડમાં જવાનું થાય તો પ્રાકૃતિક સૌંદર્યનાં દર્શન થાય, જ્યારે ગ્રીસ જેવા દેશોમાં ઐતિહાસિક બાંધકામો જોવા મળે... ભારતમાં કોઈ વ્યક્તિ ફરવા નીકળે તો તેને બે-ચાર દિવસમાં જ કિલ્લા જેવાં ઐતિહાસિક સ્થળો, મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો, ડુંગર-નદી-નાળાં જેવી કુદરતની રચનાઓ, ટ્રેકિંગ- હાઇકિંગ જેવાં સાહસિક સ્થળો, મ્યુઝિયમ જેવાં ઇતિહાસનાં સંગ્રહસ્થાનો... એમ બધું જ ફરી વળી શકે છે. એટલે જ ભારત વિવિધતાનો દેશ કહેવાય છે. જોવા જેવાં સ્થળો જ શા માટે ખાવા- પીવામાં પણ એટલી જ વિવિધતા જોવા મળે છે.

અનેકરંગી દેશનાં ૭૫ જોવા જેવાં ફરવાં-જાણવાં-માણવાં જેવાં સ્થળો અહીં રજૂ કર્યાં છે. આ લિસ્ટમાં સ્થાન ન પામ્યા હોય એવાં સ્થળો પણ બેશક જોવા જેવાં છે, પરંતુ આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે અહીં ૭૫નો આંકડો પસંદ કર્યો છે.

હવે ક્યાંય ફરવા જવાનું આયોજન કરતા હો, તો પહેલાં આ પુસ્તકનાં પાનાં ફેરવી લો. શક્ય છે, તમારા પ્રવાસન સ્થળ વિશેની પ્રાથમિક માહિતી અહીંથી જ મળી જાય.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત