BRUHAD VASTUMANJUSHA

450 500 (10% Off)
Name: બૃહદ્દ વાસ્તુમંજૂષા
SKU Code: 8805
Weigth (gms): 700
Year: 2022
Pages: 298
ISBN: 9788195129669
Availability: In Stock

બૃહદ્દ વાસ્તુમંજૂષા

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

પુણ્ય સલિલા સરિતા નર્મદાના કિનારે શ્રી કનુભાઈનું શૈશવ પાંગર્યું અને વડોદરામાં વિશ્વામિત્રીના તીરે તેમના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી. M.A. વ્યાકરણવિશારદ, પુરાણમધ્યમા, સાહિત્યશાસ્ત્રી, ધર્મશાસ્ત્રશાસ્ત્રી, ધર્મશાસ્ત્રઆચાર્ય જેવી પદવીઓ પ્રાપ્ત કરી, જ્યોતિષના ત્રણે સ્કંધોનું ગુરુપરંપરામાં અધ્યયન કરી વડોદરાની મ.સ. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિધાલયમાં અધ્યાપનના અશ્વમેધયજ્ઞમાં જોડાયા.

તેઓશ્રી સેન્ટર ફોર કન્ટિન્યુઇંગ / એડલ્ટ એજ્યુકેશનમાં મ.સ. યુનિ.માં વાસ્તુશાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્રના કોર્સ ડાયરેક્ટર તથા અધ્યાપક તરીકેની બેવડી ભૂમિકા છેલ્લા ૧૮ વર્ષથી આજપર્યંત નિભાવી રહ્યા છે.

શ્રી કનુભાઈના અસંખ્ય વિધાર્થીઓ શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે દેશ-

વિદેશમાં નામના ધરાવે છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મુંબઈ, મધ્યપ્રદેશ વગેરે સ્થળોએ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનાં વ્યાખ્યાનો દ્વારા વાસ્તુશાસ્ત્રના જ્ઞાનથી અનેક લોકો લાભાન્વિત થયા છે.

ચિત્રલેખા, અભિયાન તથા અસંખ્ય દૈનિક પત્રોએ તેમના વાસ્તુશાસ્ત્રીય પ્રદાનની સહર્ષ નોંધ લીધી છે અને તેમની વાસ્તુશાસ્ત્રીય સલાહથી સામાન્યજનથી માંડી વ્યાપારીવર્ગ, ઉદ્યોગપતિઓ તેમજ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ પણ લાભાન્વિત થયેલ છે.

લગભગ ૨૦ જેટલી સંસ્થાઓએ તેમને સંમાનપત્રો, સ્મૃતિચિહ્નો અને માનદ પીઓ દ્વારા નવાજ્યા છે.

આ પુસ્તકમાં તેઓશ્રીએ વેદોથી લઈ અર્વાચીન બાંધકામો ફ્લેટ, ડુપ્લેક્ષ, ટેનામેન્ટ, પેન્ટહાઉસ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, મોલ વગેરેને આવરી લીધા છે અને વાસ્તુનો વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કરી ભ્રામક માન્યતાઓનું જરૂર પડ્યે ખંડન પણ કર્યું છે. દોષનિવારણના ઉપાયોનું વૈશિષ્ટય આ ગ્રંથની મહત્ત્વની કડી છે.

મ.સ.યુનિ.માં ૨૮ વર્ષની સુદીર્ઘ સેવાઓ આપી નિવૃત્ત થઈ તેઓ વડોદરામાં વાસ્તુશાસ્ત્રનું અધ્યાપન અને માર્ગદશર્ન આપે છે.

- પ્રહ્લાદ ધોળકિયા, તંત્રી-જ્યોતિષદીપક


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત