CAT AMONG THE PIGEONS (GUJARATI)

315 350 (10% Off)
Name: કેટ એમન્ગ ધ પિજન્સ
SKU Code: 10247
Publisher: PRINTBOX
Weigth (gms): 350
Year: 2019
Pages: 252
ISBN: 9788193484890
Availability: In Stock

કેટ એમન્ગ ધ પિજન્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કેટ એમન્ગ ધ પિજન્સઃ લંડનની અત્યંત પ્રાંતષ્ઠીત ગણાતી મિડોબેન્ક સ્કલમાં નવા સત્રની શરૂઆત અને થોડા સમયમાં એક બાદ એક ત્રણ શિક્ષીકાઓના હત્યા... બાજુનાં દેશમાં લશ્કરી બળવો અને તેનાં પર્થ રાજાનાં ગુમ થાય છે લાખોની કિંમતનાં હીરાઓ... પળેપળ ઉત્તેજ્યાં તથા રહસ્યનાં તાણાવાણા... અને પ્રવેશે છે ડિટેક્ટીવ હરક્યુલ પોઇરોટ... ર્માંતલ કોણ? તે જાણવાં તમારે અગાથા ક્રિસ્ટીની કલમે લખાયેલ આ થ્રીલર પુસ્તક વાંચવું જ રહ્યું.

અગાથાની પ્રથમ નવલકથા પડકારના લીધે લખાઈ હતી...

બચપણથી જ પુસ્તકો વાંચીને અને વાર્તાઓ લખીને અગાથાએ એ સમય પસાર કર્યો હતો. ક્રિસ્ટીની બહેન મેજએ એક નવલકથાની લંબાઈના પ્રોજેકટ માટે તેને પડકાર ફેંક્યો. અગાથાએ એ પડકાર ઝીલ્યો અને નવલકથા લખી જેનું નામ હતું ‘ધ મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઈલ્સ’. જેમાં એક સૈનિકની રહસ્યમય કથા આલેખી હતી. અગાથાની એ નવલકથા જેમાં એણે ડિટેક્ટીવ હરક્યુલ પોઇરોટને લાક્ષણિક રીતે વર્ણવ્યો હતો, તે ઇ.સ.૧૯૨૦માં પ્રકાશિત થઈ હતી, તે નવલકથા ૬ પ્રકાશકોએ છાપવાની ના કહી હતી.

હરક્યુલ પોઇરોટ એક વાસ્તવિક વ્યક્તિ પર આધારિત હતો...

ડિટેકટીવ પોઇરોટ, કે જે મૂછાળો જાસૂસ છે તેણે ગુનો ઉકેલવા માટે એક સજ્જનનો સંપર્ક સાધ્યો હતો, તે જાસૂસ ક્રિસ્ટીનું ખૂબ વખણાયેલ પાત્ર છે. ઇ.સ.૧૯૧૦ ના દાયકાની શરૂઆતમાં બસમાંથી ઉતરતી એક બેલ્જિયન વ્યક્તિને જોયા બાદ ક્રિસ્ટીને આ પ્રેરણા મળી હતી. એ વ્યક્તિ દેખાવમાં થોડી વિચિત્ર લાગતી હતી, તેની માથું ઓળવાની સ્ટાઇલ અને મોઢાના હાવભાવ પણ આશ્ચર્ય પમાડે તેવા હતા.

તેનું એક ઉપનામ હતું...

ઇ.સ. ૧૯૩૦ થી ૧૯૫૬ સુધીમાં અગાથાએ પ્રેમ વિષયક ૬ નવલકથાઓ લખી હતી, જેમાં તેનું નામ તેણે મેરી વેસ્ટમકોટ રાખ્યું હતું. આ નામ તેણે પોતાનું વચલું નામ મેરી, અને તેના સંબંધીની અટક વેસ્ટમકોટને જોડીને બનાવ્યું હતું.

એક સમયે અગાથા ક્રિસ્ટી ૧૦ દિવસ માટે અદ્રશ્ય થઈ ગયા હતાં...

ઇ.સ. ૧૯૨૬ માં અગાથા ક્રિસ્ટીએ કોઈપણ સૂચના વિના એમનું લંડનમાં આવેલું ઘર છોડી દીધેલું, જ્યારે તેમની પાસે બહુ મોટો અને વફાદાર વાચક વર્ગ હતો. એમના દુઃખદ જીવનની આ શરૂઆત હોઈ શકે, કારણકે એ જ વખતે તેમના પતિ આર્ચીએ એવો ખુલાસો કર્યો હતો કે તેઓ બીજી સ્ત્રીના પ્રેમમાં છે અને તેમને અગાથા પાસેથી ડિવોર્સ જોઈએ છે.

તમે અગાથા ક્રિસ્ટીના જૂના ઘરમાં ભાડે રહી શકો છો...

ડિવોનશાયર,ઇંગ્લેન્ડમાં આવેલ ક્રિસ્ટીનું ઘર અત્યારે ભાડા પર મળી શકે છે. આ સદી જૂનું ઘર ઇ.સ.૧૯૫૦માં ક્રિસ્ટી માટે ઉનાળામાં રહેવાનું સ્થાન હતું. એ ઘરના હિસ્સાઓ એક રાત માટે ૫૦૦ ડોલરના હિસાબે ભાડે મળી શકતા હતા.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત