CHANAKYA MANTRA (NB)

449 499 (10% Off)
Name: ચાણક્ય મંત્ર
SKU Code: 10291
Weigth (gms): 550
Year: 2023
Pages: 468
ISBN: 9789395339803
Availability: In Stock

CHANAKYA MANTRA :TRANSLATION OF CHANAKYA'S CHANT : ચાણક્ય મંત્ર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘અદ્ભુત નવલકથા... ગહન સંશોધનવાળી... આપણા રાજકારણીઓ એ વાંચી શકવા જેટલા સાક્ષર હોત તો !' – પ્રહલાદ કક્કડ

‘વાંચવી જ પડે તેવી નવલક્થા...‘ધ રોઝેબલ લાઇન’ જેવી જ અદ્ભુત.’– પ્રિતિશ નાંદી

ઈસાપૂર્વ ૩૪૦નું વર્ષ. એક ગભરાયેલા, ભાગી છૂટેલા બ્રાહ્મણ યુવાને પોતાના પ્રેમાળ પિતાની ઘાતકી હત્યાના પ્રતિશોધ માટે પ્રતિજ્ઞા લીધી.

શીતળ, કુનેહબાજ, ક્રૂર અને સ્વીકૃત નૈતિક મૂલ્યોથી પર એ યુવાન આશ્ચર્યજનક રીતે વિજયી બને છે અને શક્તિશાળી મયુર સામ્રાજ્યના રાજસિંહાસન પર ચંદ્રગુપ્તને સ્થાપવામાં સફળ થાય છે.

ઇતિહાસ તેને તેજસ્વી રાજનીતિજ્ઞ ચાણક્ય તરીકે ઓળખાવે છે. સંતુષ્ટ અને રાજ્યવિધાતા તરીકેની પોતાની સફળતાથી થોડુંક કંટાળેલું એ પ્રબુદ્ધ મગજ પછી ‘અર્થશાસ્ત્ર’ની રચના કરે છે.

પોતાને પુનરાવર્તિત કરવાની આદત ધરાવતો ઇતિહાસ, અઢી હજાર વર્ષ પછી ચાણક્યને પુનર્જિવિત કરે છે નાનકડા નગરનાં બ્રાહ્મણ શિક્ષક ગંગાસાગર મિશ્રાના સ્વરૂપમાં. તે ઘણા લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે, જેમાં એક ઝૂંપડપટ્ટીની બાળકી પણ સામેલ છે, જે આગળ જતા સુંદર અને શક્તિશાળી સ્ત્રી બને છે. પ્રાચીન ભારતની જેમ અર્વાચીન ઇન્ડિયા પણ નત, ભ્રષ્ટાચાર અને વિભેદક રાજનીતિથી ગ્રસ્ત છે અને એમાં જ ગંગાસાગર આગળ વધે છે. શું આ દૃઢ નિર્ધારવાળો પંડિત લોકોના લોભ, લાંચિયાવૃત્તિ અને કામદેવની સહાયથી ફરી એકવાર અખંડ ભારતનું સ્વપ્ત સાકાર કરી શકશે? શું ચાણક્ય મંત્ર ફરીવાર સિદ્ધ થશે?


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત