CHANDO UGYO CHOK MA

225 250 (10% Off)
Name: ચાંદો ઉગ્યો ચોકમાં
SKU Code: 867
Weigth (gms): 250
Year: 2021
Pages: 224
ISBN: 9788195246847
Availability: In Stock

ચાંદો ઉગ્યો ચોકમાં

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વાતને વળ ચડાવીને કહેવાની કળા

શાહબુદ્દીન વાત કહેતા હોય ત્યારે તમને ક્યાંય એવું ન લાગે કે એ રમૂજનાં થીંગડાં મારે છે. હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને
ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાવિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ અને ભરપૂર વાચન વિના આ શક્ય નથી. આ કલાકા૨ પાસે અનેક અનુભવો છે. વાતને વળ ચડાવીને કહેતાં આવડે છે. ઉત્તમ હાસ્ય કડવાશમાંથી નથી પ્રગટતું પણ કરુણામાંથી પ્રગટે છે. ઘણી વા૨ આ૫ણે જાણે કે આંસુની અવેજીમાં હસતા હોઈએ છીએ. જીવનમાં ઘણું બધું હસવા જેવું છે કે હસી કાઢવા જેવું છે. એની વાત આપણને રહી રહીને સમજાય છે.
અહીં સંચિત થયેલા અનેક લેખોમાં બારીમાંથી જેમ તાજી હવા અને સૂર્યપ્રકાશ આવતાં હોય એમ હાસ્ય અનેક રૂપે આવે છે. ક્યારેક એ તમને ખડખડાટ હસાવે છે તો ક્યારેક એમની વાત તમારા હોઠના ખૂણા પર એક સ્મિત થઈને પ્રસરી જાય છે. માત્ર આપણા જ સાહિત્યમાં પણ હાસ્ય વિરલ છે. આવી પરિસ્થિતિમાં આપણને આવો સમૃદ્ધ સંચય મળે એ આનંદની ઘટના છે.

સુરેશ દલાલ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત