CHINTAN DIL SE

315 350 (10% Off)
Name: ચિંતન દિલ સે
SKU Code: 10266
Weigth (gms): 350
Year: 2021
Pages: 292
ISBN: 9789386669414
Availability: In Stock

ચિંતન દિલ સે

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને કૉલમિસ્ટ છે. તેઓ અમદાવાદ ખાતે ‘સંદેશ’ દૈનિકમાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે ફરજ બજાવે છે. તેમની ખૂબ પોપ્યુલર કૉલમ ‘ચિંતનની પળે' ‘સંદેશ'ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. ‘સંદેશ’ની બુધવારની ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની ‘દૂરબીન’ કૉલમ પણ વાચકોને પ્રિય છે. ‘સંદેશ’ની તેમની ડેઇલી કૉલમ એક્સ્ટ્રા કૉમેન્ટ’માં તેઓ સાંપ્રત પ્રવાહોની વાતો
ઊંડાણપૂર્વક કરે છે. આ તેમનું સોળમું પુસ્તક છે. પાંત્રીસ વર્ષની તેમની પત્રકારત્વની કરિયર દરમિયાન તેઓએ ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’જેવા માતબર અખબારો અને મેગેઝિનોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો અને રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. જીવન અને પૉઝિટિવ થીકિંગ વિશે તેમના વક્તવ્યો માણવા પણ લોકોને ગમે છે. બી.કોમ., એલએલ.બી., માસ્ટર ઑફ જર્નાલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ અને આઇઆઇએમ ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લેનારા તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. અમદાવાદ, દિલ્હી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં તેમણે ફરજ બજાવી છે. તેમના ‘ચિંતનની પળે’ના લેખોમાં માનવીય સંવેદનાઓ ખીલી ઉઠે છે. તેમના લખાણોની ખૂબી એ છે કે, વાંચનારને એવું જ લાગે છે કે જાણે આ મારી જ વાત છે. જિંદગી, પ્રેમ, સંબંધ, લાગણી, સંવેદના, કરૂણાથી છલોછલ તેમનું ચિંતન જરાયે ભારેખમ લાગતું નથી અને સીધું જ દિલને સ્પર્શી જાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત