CHINTAN JINDAGI

338 375 (10% Off)
Name: ચિંતન જિંદગી
SKU Code: 10267
Weigth (gms): 350
Year: 2020
Pages: 266
ISBN: 9788184404685
Availability: In Stock

ચિંતન જિંદગી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ' દિવ્ય ભાસ્કર'માં મૅગેઝિન એડિટર છે. ૩૫ વર્ષથી પત્રકારત્વમાં સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર’ , ‘સંદેશ’ અને ‘અભિયાન'માં એડિટર તરીકે અને ‘ચિત્રલેખા’ , ‘સમકાલીન’ જેવાં માધ્યમોમાં મહત્ત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે . તેઓનું આ ૧૫મું પુસ્તક છે. આ પુસ્તકમાં જિંદગી વિશેના ચુનંદા લેખો ઉપરાંત તેમની ‘ચિંતન ક્વૉટ’ બુકના તમામ ક્વૉટનો પણ સમાવેશ કરાયો છે. બી. કોમ., એલએલ.બી. અને માસ્ટર ઑફ જર્નાલિઝમનો અભ્યાસ કરનાર તેમણે આઇઆઇએમ , ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. સંસદભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અપાયેલ સી. કે. પીઠાવાલા નેશનલ જર્નાલિસ્ટ એવૉર્ડ સહિત તેમને અનેક એવૉર્ડ્સ મળ્યા છે. મોટિવેશન સ્પીકર તરીકે તેમનાં વક્તવ્યો લોકોનાં દિલોને સ્પર્શે છે. ટેલિવિઝન પર તેઓ રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે . તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. દર બુધવારે ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કૉલમ ‘ચિંતનની પળે' અને દર રવિવારે ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી ‘દૂરબીન' કૉલમ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે . ‘દિવ્ય ભાસ્કર’માં સાંપ્રત ઘટનાઓ વિશે તેઓ ડેઇલી કૉલમ ‘ન્યૂઝ વૉચ' લખે છે . તેમના લેખોમાં જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે. તેમના દરેક પુસ્તકની જેમ આ પુસ્તક પણ સહુને પસંદ પડશે જ .

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત