DEEPSHIKHA

135 150 (10% Off)
Name: દીપશિખા
SKU Code: 1724
Weigth (gms): 140
Year: 2016
Pages: 152
ISBN: 9789351224457
Availability: In Stock

દીપશિખા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

તું તારી કઈ જિંદગીમાંથી બહાર નીકળી ગઈ હતી? એ જિંદગી, જે તારા ભાગે આવી જ નહીં કે એ જિંદગી, જે તારે જીવવી પડી હતી?
એ તારમાં દેખાતા એક નામને જોતો રહ્યો – કૌશિકી....
કેટલાં બધાં વરસો પછી એ નામ બહારની દુનિયામાંથી
એની આંખ સામે આવી ગયું હતું... એ બબડી ઊઠ્યો : કૌશિકી... ઝનઝન કરતું કોઈ દોડી ગયું આ કમરામાંથી બીજા કમરામાં અને ત્યાંથી....
સવિતાએ અવાજના ડંખ સામે નજર ફેરવી. બે ખાલી આંખો. તેજ નથી રહ્યું, અંગારા સળગે છે. આ એ જ જણ છે, જે... જણ તો એ જ છે, છતાં બીજો થઈ ગયો છે – પોતાના અંધારામાં ભટકતો, અથડાતો, કુટાતો...
કોણ જાણે કઈ વાતનો શાપ આપણા ઘરને લાગ્યો – કે પછી એ શાપ બહુ શરૂઆતથી જ લાગેલો હતો? સાવ એવું તો ન જ બને કે કોઈ સુખી જ થઈ શકે નહીં. મેં ઘર છોડવાની હિંમત કરીને એ શાપ ભોગવ્યો અને તમે...
સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની વાર્તાઓ બિનજરૂરી પ્રયોગખોરીમાં અટવાયા વિના વાર્તાકળાનાં ઊંચાં શિખર સર કરે છે. એમની વાર્તાઓ સરળતાનો ભોગ લીધા વિના સંકુલ બને છે. માનવસંબંધોની આંટીઘૂંટી, સંવેદનોનું સૂક્ષ્મ આલેખન, સાહજિક રીતે ઊઘડતો જતો અર્થસભર પિરવેશ અને ઘૂંટાતું જતું વાતાવરણ એમની વાર્તાઓને કલાત્મક પરિમાણ બક્ષે છે. ‘દીપશિખા’ની વાર્તાઓમાં પણ આ બધી જ આગવી કળાસૂઝ જોવા મળે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત