DRAUPADI

261 290 (10% Off)
Name: દ્રૌપદી
SKU Code: 688
Publisher: ZEN OPUS
Weigth (gms): 280
Year: 2017
Pages: 184
ISBN: 9789390521241
Availability: In Stock

દ્રૌપદી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા...
ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત...
સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની’ હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીનાં ઋજુ સંવેદનો હંમેશાં એની અંદર જીવ્યાં હશે, ક્યારેક સળવળ્યાં હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઊતરવું જ પડે છે. એક સ્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત