EINSTEIN ANE SAPEKSHVAD

450 500 (10% Off)
Name: આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ
SKU Code: 9929
Weigth (gms): 600
Year: 2024
Pages: 128
ISBN: 00000
Availability: In Stock

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

નળની ચકલી ખોલો ત્યારે જે પ્રવાહીની ધાર નીકળે તેને H2O કહેવાય, પાણી કહેવાય અને ભુ પણ કહી શકીએ. આ પુસ્તકના વિષય સાપેક્ષવાદ વિશે પણ એવું જ છે. સાપેક્ષવાદને તેમાં ભૂ તરીકે વર્ણવ્યો છે; એટલે કે સમજૂતી અત્યંત સરળ ભાષામાં આપી છે. સોલિડ બરફ જેવા ભલભલા કઠણ મુદ્દાને પીગળી નાખ્યો છે.

આ પુસ્તકમાં વાંચો જટિલ સવાલોના સરળ જવાબો

આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ (સાવ એટલે સાવ) સિમ્પલ ભાષામાં શું છે?

પદાર્થની ગતિ જેમ વધે તેમ સમયનું વહેણ તેના માટે કેમ ધીમું પડતું જાય છે?

અનેક સૂર્યો જેટલા mass / દળના બ્લેક હોલમાં સમય શા માટે થંભી જાય છે?

ભોંયતળિયાની ઘડિયાળ કરતાં ૨૨મા માળની ઘડિયાળ સહેજ ધીમી કેમ ચાલે છે?

૧૦ મીટર લાબું યાન પ્રકાશવેગના ૯૫% ગતિએ પ્રવાસ કરે ત્યારે ૩.૧ મીટરનું કેમ બની જાય છે?

વિજ્ઞાનજગતની સૌથી પ્રખ્યાત ફોર્મ્યૂલા E = mc2 નો સીધોસાદો અર્થ શો?