EK VICHARNI APAR SHAKTI

269 299 (10% Off)
Name: એક વિચારની અપાર શક્તિ
SKU Code: 9932
Weigth (gms): 300
Year: 2025
Pages: 248
ISBN: 9788197275258
Availability: In Stock

એક વિચાર અપાર શક્તિ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શું એક સાથે અનેક બાબતો વિશે વિચાર કરીને થાકી ગયા છો?

શું ૧૫ મિનિટ માટે પોતાની જાત સાથે,

કશું કર્યા વગર બેસવું મુશ્કેલ લાગે છે?

મન, જે શા માટે, ક્યારે, જો... તો, તો પછી

જેવા સવાલો કરતું રહે છે તેનાથી મૂંઝાઈ ગયા છો?

જો હા, તો આ પુસ્તક આપને માટે છે.


'જગ-વિખ્યાત આધ્યાત્મિક ગુરુ બીકે શિવાનીનાં ગહન જ્ઞાને આત્મશોધ અને

વ્યક્તિગત સશક્તિકરણની પરિવર્તનકારી યાત્રાઓ દ્વારા સમગ્ર દુનિયામાં

લાખો લોકોને માર્ગદશન આપ્યું છે.


એક વિચાર અપાર શક્તિ: તમાર! મનના માલિક, તમારી જિંદગીના માલિક, પુસ્તકમાં

સિસ્ટર શિવાની દરેક વિચારની અસર છટાદાર રીતે સમજાવે છે - દર 'એક' વિચાર, જે

આપણી લાગણીઓ, વલણો, ક્રિયાઓ, આદતો અને વ્યક્તિત્વનો ઉદય કરે છે અને

આપણા ભાગ્ય પર પ્રભાવ પાડે છે. આ પ્રક્રિયામાં, તેણી આપણને જાગૃત કરી “આપણે

જે વિચારીએ છીએ તે જ આપણે મેળવીએ છીએ.” એવા સત્ય તરફ લઈ જાય છે.


સ્પષ્ટતા અને અનુકંપા સાથે, અને શક્તિશાળી વાર્તા કથન દ્વારા, સિસ્ટર શિવાની

અસરકારક રીતે વિચારવાની શક્તિને સજ્જ કરવાની સાદી પદ્ધતિઓ દર્શાવે છે.

આ રીતે તેઓ આપણને ખુશી, આરોગ્ય, મજબૂત સંબંધો અને એક સફળ કારકિર્દી

કાયમી ધોરણે ઘડવાની ચાવી આપે છે.


આ પુસ્તક આપણા વિચારોને શ્રેણીબદ્ધ કરવા માટે, પુનઃ વિચાર કરવાની આદત,

સ્વ કાળજીની ટેવ, વ્યક્તિત્વ વિકાસના સાધનો અને આપણે ઇચ્છીએ છીએ તે જિંદગીનું

નિર્માણ કરવા માટે માર્ગદર્શન ધ્યાન ક્રિયા દ્વારા કરાયેલ પ્રકરણવાર-મુદ્દાવાર માર્ગદર્શિકા

છે. જે કોઈપણ તેમના મનની સાચી શક્તિને ઉજાગર કરવા માંગે છે તે દરેક માટે આ એક આવશ્યક વાંચન છે.