EKAVANNO CHANLLO

158 175 (10% Off)
Name: એકાવનનો ચાંલ્લો
SKU Code: 10249
Weigth (gms): 250
Year: 2021
Pages: 160
ISBN: 9789393223319
Availability: In Stock

એકાવનનો ચાંલ્લો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કવિ હૃદયમાં જ્યારે હળવે હૈયૈ ‘એકાવનનો ચાંલ્લો’ પુસ્તક રજૂ થાય ત્યારે મૌલિક હાસ્યની સાથે મુક્ત હાસ્યનો સંચાર વાચકને થયા વગર નથી રહેતો. પતંગિયાના સ્પર્શની અનુભૂતિ સાથે ફટાકડાના કાનફાટ પડઘાઓને હાસ્યના ઓફબીટ લેખક અંકિત ત્રિવેદીએ રજૂ કર્યા છે. હાસ્યલેખો મરકમરક હસતા રાખી ખડખડાટ હાસ્ય સુધી લઇ જાય તેવી મૌલિક હાસ્ય રચનાઓ અહીં પ્રસ્તુત થઇ છે.


જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધો ઘણા લાંબા છે.

બકુલભાઈના હાસ્યનિબંધો પ્રમાણમાં ટૂંકા – એટલે

‘નિર્બંધિકા' નામ આ લઘુ સ્વરૂપના નિબંધો માટે બિલકુલ

બંધબેસતું હતું. વળી, ‘નિબંધિકા' નહીં – ‘નિર્બંધિકા’!

કેમ? કારણ, કોઈ ગોઠવેલા ચોકઠા પ્રમાણે નહીં - બસ,

એમ જ, લીલયા રચાતા ગયેલા – બીજા શબ્દોમાં

‘નિર્બંધ' રીતે સર્જાતા ગયેલા – માટે ‘નિર્બંધિકા'!

‘એકાવનનો ચાંલ્લો'ના નિબંધોને હું ‘નિર્બંધિકાઓ' ગણું છું.

એકદમ રસળતી કલમે લખાયેલા આ નિબંધો છે.

અગાઉથી ગોઠવ્યા પ્રમાણે આ નિબંધો લખાયા નથી.

સમજોને, કે લેખકનો આ સ્વૈરવિહાર છે.

એ રીતે આ નિબંધો રા. વિ. પાઠકના ‘સ્વૈરવિહાર'ના

નિબંધોની વધુ નજીક છે.

- રતિલાલ બોરીસાગર


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત