FANSALO PART: 1 & 2

810 900 (10% Off)
Name: ફાંસલો ભાગ: ૧ & ૨
SKU Code: 6086
Weigth (gms): 1000
Year: 2019
Pages: 671
ISBN: 9789384076405
Availability: In Stock

અશ્વિની ભટ્ટે લખેલી નવલકથા ‘ફાંસલો’ માત્ર બૅન્ક લૂંટ પર આધારિત નથી પણ એમાં માનવીય સંબંધોની સાથોસાથ યારીદોસ્તીના નિખાલસ સંબંધોને પણ સાંકળી લેવામાં આવ્યા છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘ફાંસલો’ વાત છે ભાઈબંધી અને યારી-દોસ્તીની. નવલકથાનું બૅકડ્રૉપ રાજસ્થાન છે. રાજસ્થાનમાં ચાર ભાઈબંધો રહે છે, જે ચારેચારનાં સપનાંઓ જુદાં-જુદાં છે. કોઈ દેશ માટે કંઈક કરવા માગે છે તો કોઈ ભરપેટ ખુશીઓ સાથે જિંદગી જીવવા માગે છે. અલગ-અલગ સ્વભાવના આ ચાર મિત્રો એક સમયે સાથે મળીને નક્કી કરે છે કે બૅન્ક ઑફ મેવાડ લૂંટવી અને એ માટેનું પ્લાનિંગ પણ થાય છે. લૂંટમાં તેમને સફળતા મળે છે, પણ એમ છતાં કેટલીક ગરબડ થાય છે અને એ ગરબડ વચ્ચે ચારેચાર મિત્રોની જિંદગીમાં અંધાધૂંધી મચી જાય છે. વાત અહીં જ પૂરી નથી થતી, વર્ષો વીતી જાય છે અને વર્ષો પછી એક મિત્ર જેલની બહાર આવે છે. તેને ખબર નથી કે બૅન્ક ઑફ મેવાડની લૂંટ હજી કેટલાક લોકો ભૂલ્યા નથી અને અહીંથી નવી જ વાત શરૂ થાય છે. વર્ષો પછી જેલમાંથી બહાર આવેલા એ મિત્રની લાઇફમાં ઊથલપાથલ શરૂ થાય છે તો સાથોસાથ બૅન્કમાંથી લૂંટાયેલા અને ક્યારેય સરકારના હાથમાં પાછા ન આવેલા પૈસાની શોધખોળ પણ શરૂ થાય છે.