HAIYE VAT JINDAGINI

180 200 (10% Off)
Name: હૈયે વાત જિંદગીની
SKU Code: 8389
Weigth (gms): 300
Year: 2013
Pages: 136
ISBN: 9788184401776
Availability: In Stock

હૈયે વાત જિંદગીની

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

પંચામૃતના લેખકને ભૂપત વડોદરિયા તરીકે પણ જોયા છે અને ભૂપતભાઇ તરીકે પણ ઓળખ્યા છે. ૧૮મી-૧૯મી સદીના પશ્ચિમી સાહિત્યના એમની કક્ષાના અભ્યાસી, અને વિશેષતઃ નવલકથા સાહિત્યના અભ્યાસી ગુજરાતી ભાષા પાસે આજે દેખાતા નથી. બાલ્ઝાક અને સ્ટેન્ધલ, તુર્ગનેવ અને રોબર્ટ મ્યુસિલ, જોનાથન સ્વિફ્ટ અને દોસ્તોયેવસ્કી, તૉલ્સ્ટૉય અને માર્ક ટ્વેઇન.. એમના વાંચનનું મેઘધનુષ ક્ષિતિજથી ક્ષિતિજ સુધી ફેલાઇ જાય છે. અને આવાં ડઝનો નામો અને એમની કૃતિઓ વિશે કલાકો સુધી અનવરત સહજતાથી ચર્ચાઓ કરવા માટે મારી પાસે આજે આ એકજ નામ છે. ઇઝાબેલે એજેન્ડે કે મારિયો વારગાસ યોસા કે ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝને વાંચી લીધા પછી, લેટિન અમેરિકન મેજિકલ રિયાલિઝમ' ની સાહિત્યિક વાતોકરવી હોય તો કોની પાસે જવું ?''

- ચંદ્રકાંન્ત બક્ષી

"ભૂપતભાઇનો કોઇ પણ નિબંધ એવો નથી હોતો કે ગ્રંથસ્થ થવાને લાયક ન હોય. તેમનાં લખાણોમાં પ્રગલ્ભતા અને પ્રવાહિતાનો સુમેળ જોવા મળે છે. ભારેખમ બની શકે તેવા વિચારોને પણ તેઓ પ્રસંગનિરૂપણ દ્વારા હળવોખમ બનાવીને પ્રગટ કરે છે. આવું વારંવાર બને છે, તેથી જ તેમને બહોળો વાચક વર્ગ મળી શક્યો છે."

- ગુણવંતભાઇ શાહ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત