આ
પુસ્તકમાં અમારા સ્થાપકોના વારસાને જાળવી રાખવાનો અને સાથે જ એ કથા કહેવાનો આશય છે
કે કઈ રીતે એક ઇન્ડસ્ટ્રીએ અનેકોની અભિપ્સાઓને ઘાટ આપ્યો, મોટા પાયાનું ઉત્પાદન શરૂ કર્યું અને દેશના વિશ્વ
સાથેના સંબંધો સશક્ત કર્યા. હું એ જ ઇચ્છા રાખું છું કે કાશ હું વધારે લખી શક્યો
હોત. ઘણા બધા પ્રસંગો અને કથાઓ આ પુસ્તકમાં જણાવવામાં આવી છે. આમ છતાં સેંકડો,
કદાચ હજારો પ્રસંગ એવા છે જેનો આમાં
સમાવેશ નથી થઈ શક્યો. આનાં ખાસ કારણોમાં કથાનો એકસરખો પ્રવાહ જાળવી રાખવો, અમુક બાબતોમાં ગુપ્તતા જાળવવી અને
ખાસ તો પુસ્તકનું કદ ચોક્કસ પ્રમાણમાં મર્યાદિત કરવું તે છે. આ બાબત માટે પ્રકાશક
તરફથી સલાહ મળેલી અને આગ્રહ થયેલો. અમુક લોકો આને કદાચ મૅનેજમેન્ટનું પુસ્તક ગણશે
તો બીજા કહેશે કે, આ એક
કુટુંબના બિઝનેસની કથા છે, તો અમુક
એમ કહેશે કે આ એક કુટુંબની ઉદ્યોગ સ્થાપવા અને છ દાયકામાં આચરણ કરેલી જૂની પદ્ધતિ
જે હજુ સુસંગત છે, શાશ્વત
છે. આ પુસ્તકને ઐતિહાસિક પુસ્તક પણ કહી શકાય અથવા કૉર્પોરેટ ઇન્ડિયાની ઉત્ક્રાંતિ
અથવા સમગ્ર ભારતની કથા પણ કહી શકાય. હું તો એમ જ કહીશ કે, આ એક સાદીસીધી કુટુંબકથા છે જેમાં સહૃદયતા અને
મારી અંગત મહેનત સમાયેલી છે. હું આશા રાખું કે તમને આ પુસ્તક વાંચવામાં એવો જ આનંદ
આવશે જેવો મને આ પુસ્તક લખવામાં આવેલો. તમે ઇતિહાસ-અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અથવા
મૅનેજર કે પછી શિક્ષક અથવા માત્ર કોઈ સારી કથાના રસિયા હો તો હું માનું છું કે આ
પુસ્તકના પાનાંમાંથી તમને કંઈક એવું મળશે, જે તમને હંમેશાં માટે યાદ રહેશે.
------------------------------------------------------------------------------------------------------------
હું બ્રિજમોહન લાલજીનો ઘણો આદર કરતો હતો
અને મેં તેમને જાહે૨માં અનેક વા૨ મારા ગુરુ તરીકે ઓળખાવેલા. તેમની પાસે હૃદય અને
મસ્તક બંનેના અદ્ભુત સદ્ગુણો હતા અને તે સાચે જ એક વિશિષ્ટ વ્યક્તિ હતા. સુનીલભાઈએ
બ્રિજમોહન લાલજીની આગવી શક્તિને સારી રીતે આલેખી છે. તે હંમેશાં પોતાનું ઉદાહ૨ણ
આપીને લોકોનું નેતૃત્વ ક૨તા હતા અને તેમની આજુબાજુના લોકોને ઉત્સાહ અને શક્તિથી
ભરી દેતા હતા
–રાહુલ બજાજ, બજાજ
ઓટો
સમગ્ર કથા વિશાળ ફલક ૫૨ લખાયેલી છે. હું
મુંજાલ કુટુંબના ઘણા લોકોને મળ્યો છું એને માટે હું આ કથા સાથે જોડાઈ શક્યો.
પુસ્તકમાં બહુ સ૨ળ જ્ઞાન આપેલ છે અને બિઝનેસ પરિવા૨ તથા સંબંધોને જાળવવા માટે જે
સંદેશો આપ્યા છે તે બહુ રસપ્રદ અને શાશ્વત છે. હું આ પુસ્તક પાસેથી ઘણી આશા રાખતો
હતો અને તે વાંચીને મને નિરાશા નથી થઈ.
–સુનીલ ભારતી મિત્તલ, ભારતી એન્ટરપ્રાઇઝ
જે સમયે ભારતના ઉત્પાદન ઉદ્યોગને કોઈ
સહારો નહોતો ત્યારે હીરો સાઇકલ્સ અને ત્યારબાદ હીરો-હોન્ડા કંપનીએ એ કરી બતાવ્યું
કે મજબૂત મન અને તેનાથી પણ વધુ મજબૂત હ્રદય સાથે આવું સામ્રાજ્ય કઈ રીતે સર્જી
શકાય છે શ્રી બ્રિજમોહન મુંજાલ અને તેમના ભાઈઓએ ભારતના ઉદ્યોગને જે સૌથી મોટું
પ્રદાન કર્યું છે તે છે આત્મવિશ્વાસ. તેમણે આ હીરો ઉદ્યોગની સ્થાપના અને વિકાસ જે
સંઘર્ષ કરીને કર્યાં છે, સુનીલે આ સંઘર્ષ અને સફળતાની કથા,
જે વિનમ્રતાના પાયા ૫૨ લખાઈ છે, તે
ઘણી રસપ્રદ રીતે લખી છે —આનંદ મહિન્દ્રા, મહિન્દ્રા ગ્રૂપ
મુંજાલ ભાઈઓએ સરખા વિચારો ધરાવીને ઉચ્ચ
પ્રકારની કાર્યક્ષમતા અને ઉત્પાદનનું વાતાવ૨ણ ઊભું કર્યું. તેની કથા વાંચવાનું
ઘણું રસપ્રદ રહેલું. તેમણે આ કાર્ય માનવતાસભર રીતે વ્યવસાયનું સંચાલન કરીને
કર્યું. આ પુસ્તકમાં સુનીલ મુંજાલે ઉત્પાદન વ્યવસાયમાં ઊંડાણપૂર્વક દૃષ્ટિ આપી છે
અને ભારતના બીજા ઉદ્યોગો કઈ રીતે વૈશ્વિક ફલક પર સ્પર્ધા કરી શકે અને સુસંગત રહી
શકે તેનું આલેખન કર્યું છે —દીપક પારેખ, એચ ડી એફ સી
મારા માટે હીરો ઉદ્યોગ એક ઔદ્યોગિક
સ્વાસ્થ્ય અને ઉત્તમ કાર્યનું ચિહ્ન છે મુંજાલ ભાઈઓએ કઈ રીતે આટલાં ઉચ્ચ મૂલ્યો
સ્થાપ્યાં અને સામાજિક અસર કરી તે વાંચવાથી અહોભાવ ઉપજાવે એવું છે. ખાસ કરીને એમણે
એવા સમયમાં કર્યું જ્યારે તેમને ઘણી અડચણો અને મર્યાદાઓનો સામનો કરવો પડ્યો. આ
કથાથી પ્રાપ્ત થતા પાઠને કા૨ણે ભવિષ્યના ઉદ્યોગપતિઓને બિઝનેસના મૂળભૂત સિદ્ધાંતો
સમજવામાં ઘણી સરળતા થશે.
—ભાવિશ
અગ્રવાલ, ઓલા
ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ
ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત
Inquiry For : HERO NI YASHGATHA : TRANSLATION OF "THE MAKING OF HERO"