HU ANE TU

135 150 (10% Off)
Name: હું અને તુ
SKU Code: 8735
Weigth (gms): 200
Year: 2019
Pages: 96
ISBN: 9788184405996
Availability: In Stock

હું અને તુ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ડૉ. પ્રશાંત ભીમાણી દેશના સુપ્રસિદ્ધ સાઇકોલોજીસ્ટ છે. એક હિપ્નોથેરાપીસ્ટ, કાઉન્સેલર અને રિલેશનશીપ એક્સપર્ટ તરીકે મનોચિકિત્સાના ક્ષેત્રમાં છેલ્લાં પચીસ વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરે છે.‘અમેરિકન સાઇૉલોજીક્લ ઍસોસિયેશન'ના સભ્ય એવા ડોં. ભીમાણી યુ.કે.ની પ્રતિષ્ઠિત ‘ધ બ્રિટિશ સાઈકોલોજીકલ સોસાયટી' તરફથી ‘ ચાર્ટર્ડ સાઇકોલોજીસ્ટ' તરીકે પસંદ થયેલ છે, જે ગુજરાતનું ગૌરવ છે. ડાઁ. પ્રશાંત ભીમાણીની ક્લિનિકલ અનુભવોને આ પુસ્તકમાં અક્ષરદેહ મળ્યો છે.


‘હું' અને ‘તું’ એટલે સંબંધનો સરવાળો, બેચેનીની બાદબાકી, ગુણોનો ગુણાકાર અને ભૂલોનો ભાગાકાર. સમજવું અઘરું પડે એવું ગ્રેટ ગણિત. કુદરતે મનુષ્યને ‘ બુદ્ધિ’ અને 'લાગણી' આ બે અદ્ભુત શક્તિઓ બક્ષી છે. કહે છે કે, ‘પ્રેમ કરવામાં બુદ્ધિ ન વપરાય.' પરંતુ પ્રેમ થયા પછી લાગણીને અભિવ્યક્ત કરવા બુદ્ધિનો ઉપયોગ કરીએ તો સંબંધમાં રંગ રહી જાય.

આ પુસ્તક બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના સંબંધોની હેન્ડબુક છે. પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની કે પાર્ટનર્સ વચ્ચેની વિમાસણોને ઉકેલવા માટેનો બિલોરી કાચ આ કાગળોમાં છુપાયેલો છે.


કહે છે કે, સ્ત્રીને સમજવાની કોશિશ ન કરવી અને પુરુષને સમજાવવાની, આ બંને બિન-ફળદ્રુપ છે. પરંતુ આ બંને બાબતો સાઈકોલોજીકલ કાઉન્સેલીંગથી શક્ય છે. આ પુસ્તકમાં ડૉ, પ્રશાંત ભીમાણીના ‘હેલ્થી માઇન્ડ્સ’ ક્લિનિકમાં આવતા કિસ્સાઓની કહાણીની સિલેક્ટેડ અને ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે.

તમને જરૂરથી આ સંબંધસાગરમાં ડૂબકી લગાવવાનું ગમશે. ક્યાંક તમે પોતાને, પોતાનાને, પાડોશીને કે લાઇફપાર્ટનરને આ સાગરમાં મળી જશો ને સંબંધ સાચવવાનું મોતી ચોક્કસ તમારા હાથમાં આવશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત