KELAVNINO KASAB

113 125 (10% Off)
Name: કેળવણીનો કસાબ
SKU Code: 10380
Weigth (gms): 125
Year: 2021
Pages: 100
ISBN: 9789386669674
Availability: In Stock

કેળવણીનો કસાબ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સામાન્ય રીતે શિક્ષણ'ને ‘કેળવણી' સમજી લેવાની ભૂલ થતી આવી છે. પરીક્ષામાં ઉચ્ચ ગુણ, મોટી-મોટી ડિગ્રીઓ અને હોશિયારી જેની પાસે હોય તેને ‘કેળવણી’ પ્રાપ્ત થઈ ગઈ છે તેમ આપણે સમજીએ છીએ, વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ તે રીતે કરીએ છીએ. સમાજ અને સગાંઓ પણ ઉચ્ચ પદવીધારીઓને ખૂબ માન-સન્માન આપે છે. સરકારી અને ખાનગી નોકરીમાં ડિગ્રીને ધ્યાને રાખી પસંદગી કરવામાં આવે છે. ઉચ્ચ પદાધિકારીઓ કદાચ શિક્ષિત હશે, પરંતુ કેળવાયેલા હશે કે કેમ તેની સતત શંકા રહે છે! તેઓ પાસે ‘નજર’ જરૂર હોય છે, પણ ‘દૃષ્ટિ’ હોતી નથી. આપણા કમનસીબે ભારતની સ્વતંત્રતાપ્રાપ્તિના સાત દાયકા બાદ પણ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં કેળવણીપ્રાપ્ત નાગરિકો મળ્યા નથી. શિક્ષણમાં ગુણાંક અને ગુણવત્તા વધી પરંતુ તેમાં કેળવણીનો ઉમેરો થયો હોય તેવું નજરે પડતું નથી.

આ પુસ્તકમાં ‘શિક્ષણ’ નહીં, પણ ‘કેળવણી’નો કસબ જણાવતા લેખોનો સંચય છે, જેના થકી ‘કેળવણી'ની સાચી વિભાવનાને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

- રણછોડ શાહ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત