KRUSHNAPURVAK

179 199 (10% Off)
Name: કૃષ્ણપુર્વક
SKU Code: 9088
Weigth (gms): 200
Year: 2020
Pages: 144
ISBN: 9789351980070
Availability: In Stock

કૃષ્ણપુર્વક

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બાળક હાથથી લીટા કરતાં કરતાં બબડતો હોય, એની કાલીઘેલી ભાષામાં એણે લીટાઓ નથી કર્યા, પરંતુ હાથી અને મોર દોર્યો છે એવું આપણને સમજાવે પણ ખરો. વળી, આપણી પાસેથી એણે લીટાઓમાં હાથી અને મો૨ કેવા સ૨સ દોર્યા છે – એની વાહ વાહ પણ જોઈએ. એના આકારો સ્પષ્ટ ના હોય, પણ એ શું દોરવા માંગે છે એ વિચારો સ્પષ્ટ હોય. બાળકે કરેલા એ લીટા આપણને મહાન ચિત્રકારના માસ્ટર સ્ટ્રોક જેવા લાગે છે, કારણ કે એ આપણા બાળકે કર્યા છે. ગીતા વિશેના આ આસ્વાદનું પણ આવું જ છે.

સદીઓથી દરેક ભાષામાં ગીતા વિશે અનેક ભાષ્યો લખાયા છે. નવી પેઢીને મૂલ્યો સાથે ગીતાનું દર્શન સમજાય એવી ભાષામાં માત્ર આસ્વાદ કરાવ્યો છે. અર્જુનના અને આપણા પ્રશ્નો સરખા જ છે. આપણી સ્થિતિ પળના કુરુક્ષેત્રમાં કૃષ્ણને શોધતા અર્જુન જેવી જ છે. આ પુસ્તક મનના અર્જુનનો અને હૃદયના કૃષ્ણનો સંવાદ છે. ગીતા માત્ર સોગંધ ખાવા પૂરતો ગ્રંથ નથી. જીવનને જાગૃતિ અને હોશ સાથે ઉત્સાહ અને આનંદથી જીવવાનો પંથ છે. અલગ અલગ શબ્દોના વાઘા પહેરીને સદીઓથી પૂછાતા એના એ જ સવાલોને આજના સંદર્ભે સમજવાની અને કૃષ્ણની નજીક જીવવાની શરૂઆત છે કૃષ્ણપૂર્વક...

અંકિત ત્રિવેદી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત