LA MISERABLE

144 160 (10% Off)
Name: લા મિઝરેબલ્સ
SKU Code: 5397
Weigth (gms): 250
Year: 2018
Pages: 256
ISBN: 9789382779995
Availability: In Stock

લા મિઝરેબલ્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પોતાના બાળકોના સુસંસ્કાર-સિંચન પ્રત્યે જાગ્રત માતાઓ તેમજ પિતાઓ જોગ

ની યાદગાર કથાઓ


આ પુસ્તકશ્રેણી દ્રારા ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો સમક્ષ જગત-સાહિત્યના વિશાળ સાગરમાંથી સિદ્ધહસ્ત લેખકો દ્વારા લખાયેલી યાદગાર અને નીવડેલી કથાઓને રજૂ કરવાનો આશય છે.

મૂળ કથાઓનો અહીં સંક્ષિપ્ત અનુવાદ રજૂ કરવામાં આવ્યો છે. આજનાં બાળકો તેના શાળાના લાંબા અભ્યાસક્રમને કારણે ભાગ્યે જ થોડોઘણો નવરાશનો સમય કાઢી શકતાં હોય છે. મૂળ કથાઓની લંબાઈ કદાચ તેમના માટે અટપટી અને કંટાળાજનક સાબિત થાય. વળી, વાલીઓનાં ખિસ્સાંને પણ ન પરવડે.

ટીવીના પડદા વડે અને વાંચન દ્વારા કથા માણવા વચ્ચે ઘણો તફાવત છે. વાંચનથી બાળકની કલ્પનાશક્તિ ખીલે છે. તેનામાં સર્જનાત્મકતા વિકસે છે.

શિસ્ટ સાહિત્ય બાળકની વૃત્તિઓનું ઘડતર કરે છે. તેને સુસંસ્કારી બનાવે છે. વિવિધ પરિસ્થિતિમાં જીવતાં તેનાં પાત્રો વડે તેનું પણ જીવન સમૃદ્ધ બને છે. જગતની મહાન હસ્તીઓમાં ભાગ્યે જ કોઈ એવી હસ્તી હશે જેનું અંગત જીવન આવાં પાત્રોએ સમૃદ્ધ ન બનાવ્યું હોય અને તેમને પ્રેરણા ન આપી હોય.

દરેક પુસ્તકમાં બે કથાઓ રજૂ કરવામાં આવી છે. આશા રાખીએ કે આ પુસ્તક-શૃંખલા બને તેટલી લાંબી અને જગત-સાહિત્યની મોટા ભાગની સારી એવી કૃતિઓને તેમાં સ્થાન મળે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત