MADHAV VAGARNI...

338 375 (10% Off)
Name: માધવ વગરની...
SKU Code: 10353
Weigth (gms): 250
Year: 2026
Pages: 200
ISBN: 9789366570105
Availability: In Stock

માધવ વગરની...

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“આખી સૃષ્ટિના આંસુ લૂછનારો એ કાળિયો ઠાકોર, આખી જિંદગી પોતાના જ આંસુ છુપાવવા માટે દોડતો રહ્યો...!” દ્વારિકાના વૈભવ વચ્ચે શ્વાસ લેતા, પણ વ્રજના વિરહમાં પળેપળે મરતા કૃષ્ણના આત્માનો આર્તનાદ એટલે... માધવ વગરની.’

દ્વારિકાના સોનાના મહેલમાં, ૧૬,૧૦૮ પટરાણીઓના અખંડ પ્રેમની વચ્ચે, જ્યારે છપ્પન ભોગની થાળી પી૨સાય છે... ત્યારે બ્રહ્માંડનો સ્વામી અચાનક એ થાળીમાં રહેલા માખણને જોઈને

કેમ ધ્રૂજી ઊઠે છે? જે હોઠના એક સ્મિત ૫૨ આખું જગત આફરીન હતું, એ હોઠ આજે પોતાના ડુસકાં છુપાવવા માટે કેમ લોહી નીકળે ત્યાં સુધી ક૨ડી રહ્યા છે?

આ ગાથા એ ‘દ્વારિકાધીશ'ની નથી, જે યુદ્ધ જીતે છે; આ ગાથા એ ‘નંદલાલા’ની છે, જે બધું જ હોવા છતાં અંદરથી સાવ અનાથ થઈ ગયો છે.

જ્યારે જગતનો નાથ સભા છોડીને, કોઈ પોતાની પીડા ન જોઈ જાય એ માટે રુક્મિણીના કક્ષ ત૨ફ દોડે છે અને તેના ખોળામાં માથું મૂકીને એક અબોધ બાળકની જેમ હૃદયફાટ રડે છે, ત્યારે રુક્મિણી પત્નીના અધિકારોથી ઉપર ઊઠીને દેવી બની જાય છે. માધવના કેશમાં આંગળીઓ ફેરવતા ફેરવતા, પોતાના જ પતિના શ્વાસમાં જ્યારે તે ‘રાધા... રાધા...’નો આર્તનાદ સાંભળે છે, ત્યારે એક પત્નીના હૃદય ૫૨ શું વીતી હશે? આખા મહેલની દીવાલોને રડાવી દેતું એ રુક્મિણીનું દિવ્ય હાલરડું શું માધવના આત્માના લીરા ઊડી ગયેલા જખમોને સાંધી શકશે?

ચેતવણી : જો પથ્થ૨ હૃદયના હો, તો આ પુસ્તકને અડતા નહીં. આ કોઈ વાર્તા નથી, આ તો કૃષ્ણના હૃદયનો એ ચીરાડો છે, જે વાંચતા જ તમારા પોતાના કલેજામાંથી પણ લોહી વહેવા લાગશે. પાનું ખોલતા પહેલાં આંસુ લૂછવા માટે રૂમાલ સાથે રાખવો પડશે!

આ માત્ર એક નવલકથા નથી, પણ શ્રીકૃષ્ણના હૃદયમાંથી વહેતું એ અશ્રુ છે જે ક્યારેય યમુનાના કિનારે સુકાયું જ નથી. જો તમારા હૃદયમાં પ્રેમની સહેજ પણ ભીનાશ હોય, તો આ પુસ્તક તમારા આત્માને ઢંઢોળી નાખશે. એકવાર પાનું ખોલશો, પછી કૃષ્ણની વેદના તમને રડાવ્યા વગ૨ નહીં છોડે!ઈશ્વરના આ મહા-રુદનની સાક્ષી બનવાની હિંમત હોય, તો જ આ પાનું ફે૨વજો...


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત