MANDURASTI

180 200 (10% Off)
Name: મનદુરસ્તી
SKU Code: 5801
Weigth (gms): 300
Year: 2011
Pages: 140
ISBN: 9788184405323
Availability: In Stock

મનદુરસ્તી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ડો. પ્રશાંત ભીમાણી ગુજરાતના સુપ્રસિદ્ધ સાઈકોલોજિસ્ટ છે.
હિપ્નોસીસના ક્ષેત્રમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. છેલ્લાં ૧૮થી
પણ વધુ વર્ષોથી મનોચિકિત્સા અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત એવા
ડો. ભીમાણી એક અસરકારક વક્તા અને સફળ કાઉન્સેલર છે. ગુજરાત
યુનિવર્સિટીના ગોલ્ડમેડાલીસ્ટ ડો. પ્રશાંત ભીમાણી સ્ટ્રેસ મેનેજમેન્ટ, સેલ્ફ
મોટીવેશન, કોર્પોરેટ ટ્રેનિંગ, સ્ટુડન્ટ્સ કાઉન્સેલીંગ, મેરેજ કાઉન્સેલીંગ,
પેરેન્ટિંગ વગેરે વિષયોમાં નિષ્ણાત તરીકે દેશ-વિદેશમાં વર્કશોપ, સેમિનાર
અને વકતવ્યો આપે છે. ‘અમેરિકન સાયકોલોજિકલ એસોસિયશન’ના
સભ્ય એવા ડો. ભીમાણી યુ.કે.ની પ્રતિષ્ઠિત 'ધ બ્રિટિશ સાયકોલોજિકલ
સોસાયટી' તરફ્થી ચાર્ટર્ડ સાયકોલોજિસ્ટ તરીકે પસંદ થયેલ છે, જે
ગુજરાતનું ગૌરવ છે. પોઝિટિવ સાયકોલોજીના પુરસ્કર્તા ડો પ્રશાંત
ભીમાણી હાલમાં અમદાવાદમાં નવતર પ્રકારના ‘હેલ્ધી માઈન્ડ્સ' નામના
હેપ્પીનેસ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

ડો. પ્રશાંત ભીમાણીના ક્લિનિકલ અનુભવોને આ પુસ્તકમાં
અક્ષરદેહ મળ્યો છે. ‘દિવ્ય ભાસ્કર' અખબારની ‘કળશ' પૂર્તિમાંની
એમની લોકપ્રિય કોલમ ' મનદુરસ્તી’ના સિલેકટેડ આર્ટિકલ્સ હવે પુસ્તક
સ્વરૂપે આપના હાથમાં છે.


‘મનદુરસ્તી’ એક એવું ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક છે, જેમાં તમે તમારી
જાતની કે તમારી આસપાસના લોકોની રોજ-બરોજની સાયકોલોજિકલ
સમસ્યાઓના ઉપાયોની વાત સમજી, જાણી અને માણી શકશો.

આપણને કેવા માનસિક પ્રશ્નો કે વર્તનની સમસ્યાઓ હોય તે વિશેની છણાવટ ડો. ભીમાણી એમની આગવી
શૈલીમાં રજૂ કરે છે આ પુસ્તકમાં સાયકોલોજિકલ અને સોશિયલ, રોજિંદી અથવા સીઝનલ સમસ્યાઓના
હાથવગા (મનવગા) ઉપાયો સૂચવેલ છે. રસાળ શૈલીનું આ પુસ્તક એક ‘બિહેવિયરલ હેન્ડબુક' છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત