MANSAINA DIVA (AR)

270 300 (10% Off)
Name: માણસાઈના દિવા
SKU Code: 10226
Weigth (gms): 300
Year: 2026
Pages: 0
ISBN: 9788199209589
Availability: In Stock

માણસાઈના દિવા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

'માણસાઈના દીવા'માં મહારાજનું કાર્યક્ષેત્ર ઝિલાયું છે ... સરસવણી,
કાવીઠા, કઠાણા, નાપા, મહેલોલ, વટાદરા, ભાદરણ, બોરસદ, ખડોલ,
પામોલ, બામણગામ, કોસિન્દ્રા, પેટલાદ, કિંખલોડ, ધર્મજ, સીસવા,
બારેજડા, ડબકા, માસર, મોભા, કાવી. ગાંધીનો સંદેશો ગામેગામ
પહોંચાડનાર મહારાજ ફેશન દાખલ કરનાર લોકસેવક નથી. પૂર જેવી
આસમાની આપત્તિ વેળાએ પ્રજાની પડખે ઊભા રહેનાર મહારાજ
હૈડિયાવેરા નિમિત્તે પ્રજાની Political will તૈયાર કરનાર પણ બને છે.
આસમાની, સુલતાની બેઉ આપત્તિમાં પ્રજાને દોરે છે. નરી લોકસેવા નહીં
પણ પ્રજાને રાજકીય રીતે જાગૃત કરવાનું ધ્યેય પણ એમનું છે.
શરદબાબુની એક નવલકથામાં ('શ્રીકાન્ત'માં) એક પાત્ર કહે છે – ‘માણસ
મરી જાય છે તો દુ:ખ થાય છે પણ માણસાઈ મરી જાય ત્યારે વિલાપ
કરવાનું મન થાય છે.' ગુનેગાર કોમમાં ટમટમતા માણસાઈના દીવાની
માવજત મહારાજે કરેલી. દશ રોટલા હોય અને એંશી મેમાન આવે તોય
બધા ધરાઈને ઊઠ્યા હોય, યજમાનને ભૂખ્યા છે તેમ લાગવા ન દે. આવી
ખાનદાનીનો તાંતણો પકડીને મહારાજ શ્રદ્ધાના બળે પ્રજાની નજીક
પહોંચેલા. કિરણ બેદીએ કેદીઓમાં આવા જ માનવતાવાદી કાર્યો કરેલાં.
'I Dare' નામની એમની આત્મકથામાં આવું વિશ્વ ઝિલાયેલું છે.
ભરત મહેતા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત