MARI VAHALI PARIKSHA

203 225 (10% Off)
Name: મારી વ્હાલી પરીક્ષા
SKU Code: 8944
Weigth (gms): 200
Year: 2022
Pages: 168
ISBN: 9789393700773
Availability: In Stock

મારી વ્હાલી પરીક્ષા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પરીક્ષાને હરાવવાની વાત


હું અને પરીક્ષા સાથે મોટા થયા. હું બાળપણથી બહુ સારી રીતે તેને ઓળખું છું. તેની રગેરગથી માહિતગાર છું. પરીક્ષાએ મને હરાવવાના અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ હું હંમેશાં તેને જીતતો આવ્યો છું.


અમેરિકાના એક મહાન લેખક માર્ક ટ્‌વેઇને કહેલું છે કે, ‘I have never let my schooling interfere with my education.’ આપણે સ્કૂલને કોઈ જ દોષ આપવા નથી માગતા, પરંતુ શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ દરમિયાન પરીક્ષાએ અનેકવાર અવરોધો ઊભા કર્યા છે.


શિક્ષણ મેળવવાની પ્રક્રિયા દરમિયાન સૌથી મોટું અવરોધરૂપ પરિબળ કોઈ હોય તો તે પરીક્ષા છે, કારણ કે પરીક્ષા ‘ડિવાઇડ ઍન્ડ રૂલ’માં માને છે. દરેક પરીક્ષા વિદ્યાર્થીઓને બે ભાગમાં વહેંચી નાંખે છે – સફળ અને નિષ્ફળ.


દરેક વિદ્યાર્થીના કપાળ ઉપર તેની માર્કશીટ લગાડીને આ પરીક્ષા દરેક વિદ્યાર્થીનું પ્રાઇઝ ટેગ નક્કી કરી નાંખે છે. કોઈ પણ સંસ્થા, પ્રથા કે પ્રક્રિયા કોઈ વિદ્યાર્થીનું પ્રાઇઝ ટેગ કેવી રીતે નક્કી કરી શકે? વિદ્યાર્થીઓ અમૂલ્ય હોય છે. આ દુનિયામાં કોઈ એવું પ્રશ્નપત્ર બન્યું નથી કે જે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકે.


દરેક પરીક્ષા, દરેક વિદ્યાર્થીના ચહેરા પર તેણે મેળવેલા માર્ક્સનું લેબલ લગાડી દે છે અને જે-તે વિદ્યાર્થીના ચહેરા પર લાગેલું તે લેબલ કમનસીબે તે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત નક્કી કરતું હોય છે. આ તો અન્યાય કહેવાય. શિક્ષણ સાથે અને વિદ્યાર્થી સાથે પણ, પરંતુ હાલના તબક્કામાં આપણી પાસે તેનો કોઈ જ વિકલ્પ નથી.


આપણે રાતોરાત કોઈપણ શિક્ષણપ્રથા કે પરીક્ષાપદ્ધતિને બદલી શકવાના નથી. આપણે ગમે તેટલું ઇચ્છીએ, આપણે પરીક્ષાની અવગણના ક્યારેય કરી શકવાના નથી. આપણે ફક્ત એક વસ્તુ બદલી શકીએ છીએ, તે છે આપણો અભિગમ.


ફક્ત પરીક્ષા પ્રત્યેનો અભિગમ બદલીને,
પરીક્ષાને હરાવવાની વાત એટલે આ પુસ્તક,
મારી વહાલી પરીક્ષા.

– ડૉ. નિમિત્ત ઓઝા



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત