MARO GAMTO SARJAK IBSEN

158 175 (10% Off)
Name: મારો ગમતો સર્જક ઇબ્સન
SKU Code: 9081
Author: BHARAT DAVE
Weigth (gms): 200
Year: 2021
Pages: 160
ISBN: 9789385128202
Availability: In Stock

મારો ગમતો સર્જક ઇબ્સન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એવું કહેવાય છે કે દુનિયાના તમામ દેશોમાં આજે શેક્સપિયર પછી સૌથી વધારે જો કોઈ લેખકનાં નાટકો ભજવાતાં હોય તો તે ઇબ્સનનાં ભજવાય છે. આપણે ત્યાં પણ ઇબ્સનનાં ઘણાંખરાં નાટકો ગુજરાતી ભાષામાં અવતરી ચૂક્યાં છે. ઇબ્સનનાં નાટકો માટે દુનિયાભરમાં રહેલાં આકર્ષણ પાછળ તેનાં નાટકોની દરેક સમાજને સ્પર્શતી વિચારવસ્તુ કારણભૂત રહી છે. ઇબ્સને સર્જેલાં બળકટ નારીચરિત્રો જેવાં કે ‘ડૉલ્સ હાઉસ’નીનૉરા, ‘હૅડા ગેબ્લર’ની ઉંડા અને ઘોસ્ટસ’ની મિસિસ એલ્ડિંગ – વગેરેએ ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં આખાય યુરોપિયન સમાજમાં ભારે ખળભળાટ મચાવેલો. આ બાબતે જેમ્સ જોઈસે લખેલું : Ibsen has provoked more discussion and criticism that of any other living man.'

નાટકોમાં જીવનની કડવી કઠોર વાસ્તવિકતાનું આબાદ નિરૂપણ કરતો હોવા છતાં ઇબ્સન તેનાં નાટકનું માનવીય પાસું એટલું બધું સમૃદ્ધ રાખે છે કે નાટકના અંત સુધી પહોંચતાં સુધીમાં પ્રેક્ષકોને તેનો કવિઆત્મા માનવજીવનની લયબદ્ધ સૂરાવલિ છેડતો હોય તેવો પરમ સુખદ અને સંવાદી અનુભવ કરાવે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત