MARU SATYA

270 300 (10% Off)
Name: મારું સત્ય
SKU Code: 5651
Weigth (gms): 500
Year: 2012
Pages: 238
ISBN: 9798184400471
Availability: In Stock

મારું સત્ય

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

એ ઓળખાય નહીં, પણ વર્તાય... આનંદ આવે જો થોડુંઘણું સમજાય... એ સહજ છે
ઝરણું નદી બને અને નદી દરિયો બનેને એટલું સહજ... રેતીની ઢગલી સદીઓ જતાં પર્વત બની જાયને એટલું સહજ.. પંખીની પાંખો આકાશને ઢાંકી દે એટલું સહજ...
બાળકની આંખોમાં ડોકાતા વિસ્મય જેટલું સહજ...
તમે ધારો તો એના વિશે આત્મવિશ્વાસથી ખોટું' બોલી શકો – એટલું સહજ...
એ ખરું કે કદાચ એ દરેકને માટે ‘સાધ્ય’ નથી હોતું.... એની કિંમત ચૂકવવી પડે છે.
એનાં પગલાં દુનિયાથી ઉફરા પડતાં હોય છે.
એને માટે ક્રૉસ' તૈયાર હોય છે.
એ કોઈને પણ સાંભળતું નથી
છતાં એનાં કાનમાં ખીલા ઠોકાય છે.
સ્વરાજનું સપનું જોતાં જોતાં એણે વીંધાવું પડે છે. એ ક્ષણિકના અનુભવનો તેજ લિસોટો છે.
એ તમારી પાસે શોધાવડાવે છે એને.....
એ અવિરત છે, એ રાહ જોવડાવે છે,
એ અંગત છે, નિજી છે, પોતાનું છે, સીમિત છે, પણ સ્વાર્થી નથી.
અહીંયા ગમતા વ્યક્તિત્વોએ આલેખ્યું છે એને... જીવનનાં દરેક તબક્કામાં અનુભવ્યું છે એને સમયની અણી કાઢીને ઉપસાવ્યું છે એને... અને નામ આપ્યું છે...
મારું સત્ય’.

અંકિત ત્રિવેદી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત