MAZDA NA JADUGAR

449 499 (10% Off)
Name: માઝદા ના જાદુગર
SKU Code: 10294
Weigth (gms): 400
Year: 2025
Pages: 380
ISBN: 9789366575728
Availability: In Stock

MAZDA NA JADUGAR : GUJARATI TRANSLATION OF THE MAGICIAN OF MAZDA : માઝદા ના જાદુગર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

यथा अहु वैर्याओ अथा रतुश आशात चित हचा वांगेयुश...
જેમ ગુરુ, તેમ ન્યાયકર્તાની પસંદગી સત્ય અનુસા૨ ક૨વામાં આવશે.


ઈ.સ. 720માં ગુજરાતના સંજાણ બંદરે વહાણોનો એક કાફલો લાંગર્યો. ઈરાનના ઉમય ખિલાફતની ક્રૂરતાથી ભાગીને અઢાર હજાર ભયભીત લોકો તેમાં આવ્યા હતા. સંસ્કૃત જેવી લાગતી પ્રાર્થનાઓ કરતા એ લોકોના મુખ્ય પાદરી તેમના દેવ આહુરા માઝદાનો આભાર માનવા માટે પવિત્ર અગ્નિ પ્રગટાવે છે, જે તેમને એક નવો દેશ અને નવી આશા સુધી લઈ જાય છે. મુખ્ય પાદરી એ જ્યોત પ્રગટાવવા માટે એક રહસ્યમય પદાર્થનો ઉપયોગ કરે છે પરંતુ તેના ચમત્કારિક ગુણો કે ઉદ્ભવસ્થાન વિશે બહુ ઓછા લોકો જાણે છે.


સદીઓ પછી પારસી વૈજ્ઞાનિક જીમ દસ્તૂરનું તેની સિએટલ સ્થિત પ્રયોગશાળામાંથી અપહરણ કરવામાં આવે છે અને તેને તેહરાન લઈ જવામાં આવે છે. આયતુલ્લાહ માને છે કે જીમ જ ‘અથર્વન સ્ટાર’ તરીકે ઓળખાતી પ્રાચીન વસ્તુને શોધવાની ચાવી છે અને તેના માણસો તેને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા, હત્યા પણ.


પર્સેપોલીસના પ્રાચીન ખંડેરોથી લઈને અફઘાનિસ્તાનની તાલિબાન છાવણીઓ સુધી, ઉદવાડાના અગ્નિ મંદિરના ગર્ભગૃહથી લઈને કાશ્મીરના બર્ફીલા પર્વતો સુધી, તેહેશનની ભયાનક કોફિન સેલવાળી જેલથી લઈને દીવના ટાવર ઑફ સાયલન્સની મૃત્યુવત્ શાંતિ સુધી, જીમ અને તેની ઇતિહાસકાર પત્ની લિન્ડા એક ભયાનક રમતમાં ફસાય છે.


સમય અને ભૂગોળ વચ્ચે ભાગતી આ 'માઝદાના જાદુગરો' ની કથા ઇસ્લામની જેહાદ, મેસેડોનિયાનો બદલો, અકેમેનિડનો મહિમા, મસીહાનો જન્મ અને આર્યોના યુગના એ ભૂતકાળમાં લઈ જાય છે જ્યાંથી આ બધું શરૂ થયું હતું.

અત્યાર સુધીની અશ્વિન સાંઘીની સૌથી ૨સપ્રદ અને ઉત્તેજનાસભર નવલકથા!

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત