PANCHALI

180 200 (10% Off)
Name: પાંચાલી
SKU Code: 10354
Weigth (gms): 150
Year: 2026
Pages: 108
ISBN: 9789366574455
Availability: In Stock

પાંચાલી: ઇતિહાસના પાને અન્યાય સામે લડતી એક માત્ર અગ્નીપુત્રી : દ્રૌપદી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પાંચાલી: મારી કલમની એક આહુતિ

મહાભારત એક એવો સાગર છે જેમાં જેટલી વા૨ ડૂબકી લગાવો, તેટલા નવા મોતી મળે છે, પણ આ વિશાળ કથાના કેન્દ્રમાં એક એવું વ્યક્તિત્વ છે, એક એવું પાત્ર, ચરિત્ર છે, જે સદીઓથી ચર્ચાતું રહ્યું છે, ક્યારેક પૂજાયું છે તો ક્યારેક અન્યાયનો ભોગ બન્યું છે અને તે છે “દ્રૌપદી". એક ખાસ કહેવત અથવા એક લાઇન ખાસ બોલાતી આવી છે કે, “કદાચ દ્રૌપદી ચૂપ રહી હોત તો મહાભારત ના થયું હોત.” બસ, આ જ વાક્યથી મેં વિચાર્યું હતું કે દ્રૌપદી કેવી નારી હશે? આ રચના વિશે મારાં સારથિ એટલે કે પતિશ્રીએ પૂછ્યું હતું કે, “આ નવલકથાનું નામ ‘પાંચાલી’ જ કેમ ?”

મારા માટે આ માત્ર એક નામ નથી, પણ એક અસ્તિત્વની ઓળખ છે. ‘પાંચાલી’ એટલે જેનો જન્મ અગ્નિમાંથી થયો છે, સ્વયં અગ્નિ. અગ્નિનો સમાનાર્થ એટલે દ્રૌપદી. દ્રૌપદી કોઈ સાધારણ સ્ત્રી નહોતી; તે યજ્ઞકુંડની જ્વાળાઓમાંથી પ્રગટેલું તેજ હતી. તેના જીવનમાં શીતળતા કરતાં તાપ વધુ હતો. અપમાનનો તાપ, સંઘર્ષનો તાપ, અસ્વીકારતાનો તાપ, એકલતાનો તાપ, સત્ય માટે લડવાનો તાપ અને પોતાના હક માટે લડવાનો તાપ.

મેં આ પુસ્તક શા માટે લખ્યું?

અણનમ વ્યક્તિત્વ : દ્રૌપદીએ ક્યારેય પરિસ્થિતિ સામે ઘૂંટણ નથી ટેકવ્યા. અગ્નિમાં જેમ એક ધાતુ ટીપાયા બાદ સોનુ બને, તેમ દ્રૌપદીએ પોતાના જીવનના દરેક સંઘર્ષને પોતાની શક્તિ બનાવી. તે દર્શાવતું હતું એક નારી ધારે તો એ કરી શકે, જે પુરુષ ના કરી શકે, અન્યાય સામે માથું ઊંચું કરી શકે, પોતાનો હક માંગી શકે અને જો કોઈ એ હક ના જ આપે તો છીનવી પણ શકે.

નવી દૃષ્ટિ : આ પુસ્તકમાં મેં દ્રૌપદીને માત્ર એક પાત્ર તરીકે નહીં, પણ એક વિચાર તરીકે આલેખવાનો પ્રયત્ન કર્યો છે. તેની વેદના, તેના પ્રશ્નો અને તેની ગરિમાને મારી કલમથી વાચા આપવાની એક નમ્ર કોશિશ કરી છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત