PRE-WEDDING

144 160 (10% Off)
Name: પ્રિ-વેડિંગ
SKU Code: 9079
Author: APEXA SHAH
Weigth (gms): 175
Year: 2021
Pages: 144
ISBN: 9789385128172
Availability: In Stock

પ્રિ-વેડિંગ (લગ્ન પહેલા લગ્નસંબંધને સમજતા બે પ્રેમીની વાત)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

લગ્ન સંબંધમાં બંધાતાં પહેલાં લગ્નજીવન ખરા અર્થમાં શું છે તે સમજવાનો માન્યા અને અમોલનો પ્રયાસ એટલે ‘પ્રિ-વેડિંગ’. માન્યાના દાદા અને અમોલનાં બા તેમને લગ્ન પહેલાં કરવી પડતી તૈયારીના ભાગરૂપે લગ્નજીવન ખરા અર્થમાં શું છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ માન્યા અને અમોલને ખરા અર્થમાં લગ્ન માટે તૈયાર કરે છે જે મોટેભાગે ઘરના વડીલ ચૂકી જાય છે.

થનારાં પતિપત્ની પોતાનાં જ સપનાઓમાં રાચતાં હોય છે; લગ્ન પછી આવું કરીશું કે તેવું કરીશું, શું પહેરીશું, હનીમૂનમાં ક્યાં જઈશું જેવી બધી જ વાતો લગ્નને અનુલક્ષીને થઈ જતી હોય છે. નવદંપતીને શું ક્યારેય ઘરના કોઈ વડીલ કે મમ્મીપપ્પા લગ્ન પછીની તેમની જવાબદારીથી તેમને વાકેફ કરતાં હોય છે? માતાપિતા સમાજમાં માન અને મોભો જળવાઈ રહે તેના માટે સારામાં સારા લગ્નપ્રસંગનું આયોજન કરતાં હોય છે પણ આજીવન સંબંધમાં બંધાવા જઇ રહેલાં વર કે વધૂને એ સંબંધનું મહત્વ સમજાવતા હોય છે? લગ્ન પછી એકબીજાનું જીવનમાં શું મહત્વ હોય કે લગ્ન પછી એકબીજા પ્રત્યે અને એકબીજાના કુટુંબ પ્રત્યે શું જવાબદારી હોય છે તે કોઈ સમજાવતું હોય છે? લગ્ન પછી અમુક બાબતે મતભેદ કે સમજફેર સામાન્ય બાબત છે એવી સમજ કોઈ આપતું હોય છે? ઘરના વડીલ લગ્નપ્રસંગને સારો બનાવવા જેટલી મહેનત કરે છે તેની દસ ટકા મહેનત પણ જો આ નવા બંધાઈ રહેલા લગ્નસંબંધ માટે કરે તો સાર્થક રહે. મારા મત મુજબ, આ નાજુક સંબંધ વિશે ઘરના લોકોએ શાંતિથી લગ્ન પહેલા નવદંપતી સાથે બેસીને લગ્નજીવન ખરા અર્થમાં શું છે તેના વિશે ખુલ્લાં મને ચર્ચા કરવી જોઈએ. ખરેખર આ જ પ્રિ-વેડિંગની તૈયારી છે. થનારા પતિપત્નીને લગ્ન પછીની જવાબદારી માટે લગ્ન પૂર્વે તૈયાર કરવા મુખ્ય બાબત છે બાકી, લગ્નના નામે થતી બધી જ તૈયારી ગૌણ છે.

અપેક્ષા શાહ, ઍડવોકેટ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત