RUDRA KESAR : PREME JITELA SWABHIMANNI GATHA

359 399 (10% Off)
Name: રૂદ્ર કેસર: પ્રેમે જીતેલા સ્વાભિમાનની ગાથા
SKU Code: 10339
Weigth (gms): 300
Year: 2026
Pages: 225
ISBN: 9789366570587
Availability: In Stock

રૂદ્ર કેસર: પ્રેમે જીતેલા સ્વાભિમાનની ગાથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“બાઈ, રાજરાણીઓના નસીબ આમ જ લખાયેલાં હોય છે. તમે કંઈ પહેલાં નથી અને છેલ્લા પણ નહીં જ હો.” સુમને કહ્યું અને આ સાંભળતાં જ કેસરબાઈએ ઊંડો શ્વાસ લીધો અને સેજ ૫૨ પોતાના ચણિયાની કો૨ પાથરી ઘૂંઘટ થોડો વધુ નીચો કર્યો. કેસરે નીચું જોઈ જ જવાબ આપ્યો, “હવે તું જા. રાણાજી આવવામાં જ હશે. મારે તેમની સાથેનો હિસાબ સમજી લેવો પડશે.”

આ સાંભળતાં ગભરાઈને સુમને કહ્યું, “જુઓ બાઈ, તમારો અણિયાળો અહમ્ બાજુએ મૂકીને હિસાબ સમજજો. આ તમારું પિય૨ નથી અને રાણાજી જેટલા શાંત, ગંભી૨ અને સમજદાર દેખાય છે એટલા જ રણભૂમિમાં ખૂંખા૨, ભયંક૨ અને બેરહેમ છે. સાંભળ્યું છે કે એ હજુ સુધી એક પણ યુદ્ધમાં પરાજિત નથી થયા. એટલે જ કહું છું, કેસ૨બાઈ, ધી૨જ અને શાણપણથી કામ લેજો. યુદ્ધભૂમિનો તેમનો મિજાજ તમારા શયનગૃહની અંતરંગ પળોને સ્પર્શવા દેશો નહીં.” સુમને ફરી એકવા૨ કેસ૨બાઈને સમજાવવાની કોશિશ કરી જોઈ.

આ એક એવી પ્રેમકથા છે જેમાં નાયક અને નાયિકા યુદ્ધભૂમિમાં પરણ્યા છે. ઘણાબધા રાજકીય કાવાદાવા અને નિયમોની વાડ વચ્ચે સળગતો પ્રશ્ન એ છે કે કેસ૨ને રુદ્રદેવસિંહ પ્રત્યે નફરત કહી શકાય એવી લાગણીઓ છે અને રુદ્રદેવ કેસરને પરણ્યા જ એટલે છે કે તેઓ પહેલી નજરે કેસ૨ને જોઈને પોતાનું દિલ હારી ગયા હતા. આ બંનેનો પ્રેમ રાજનીતિ અને મોહની ઉપર જઈ ખરેખર પ્રેમનું અસલ સ્વરૂપ કેવી રીતે પામે છે તેને ઉજાગર કરતી પ્રેમકથા એટલે ‘રુદ્રકેસ૨’....

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત