SARDARVANI (KB)

265 295 (10% Off)
Name: સરદારવાણી
SKU Code: 10015
Publisher: KBOOKS
Weigth (gms): 300
Year: 2025
Pages: 272
ISBN: 9789393542830
Availability: In Stock

સરદારવાણી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સરદારને જીવન પર અનેક પુસ્તકો ઉપલબ્ધ છે પણ જેના કારણે ‘સરદારી’ મળી એવી, રૂંવાડા ઊભા થઈ જાય અને મડદાંને પણ બેઠા કરી દે તેવી ઓજસ્વી વાણી ખાસ વાંચવા મળતી નથી.
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના પ્રસંગો છે, તો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે. આપણા માટે ભગવાન શ્રીકૃષ્ણના જીવનના પ્રસંગો અથવા જીવનલીલા જેટલી મહત્ત્વની છે, એટલી જ મહત્ત્વની એમની વાણી પણ છે. સરદારના કિસ્સામાં સરદારના જીવનકથાના, જીવન પ્રસંગોના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે, પણ એમની વાણી લોકો સુધી જેટલી પહોંચવી જોઈએ એટલી પહોંચી નથી.
ગુજરાતમાં નર્મદાના કિનારે સરદારનું 182 મીટર ઊંચું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. આ સાડા આઠ ઇંચ ઊંચા પુસ્તકમાંથી તમને એ પ્રતિમા કરતા પણ ક્યાંય વિરાટ સરદારનો પરિચય થશે.