SHABDA NI SUGANDH : MOTICHARO PART: 7

135 150 (10% Off)
Name: શબ્દની સુગંધ
SKU Code: 9340
Weigth (gms): 100
Year: 2023
Pages: 80
Availability: In Stock

શબ્દની સુગંધ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શબ્દની શક્તિ તમજ શબ્દના પ્રભાવથી આપણે સૌ માહિતગાર છીએ જ, પરંતુ શબ્દનાં અંગે અંગમાંથી ઊઠતી સુગંધની પણ એવી જ શક્તિ હોય છે. દુનિયામાં અલગ અલગ જગ્યાએ બનેલા, રચાયેલા કે લખાયેલા પ્રસંગો, એમની મીઠાશ તેમજ તાજગી તો આપે જ છે, પરંતુ એ લખાણમાંથી હૃદયને સ્પર્શી જતું કોઈક તત્ત્વ એવું હોય છે જે આપણાં મનને હળવું ફૂલ બનાવી આપે છે. એને હું શબ્દનું સુગંધસ્વરૂપે કહું છું. આ પુસ્તકમાં એવા પ્રસંગો જ લીધા છે જે વાંચ્યા પછી એમની મહેક મૂકતા જાય.


શબ્દમાં બધું જ છે. બધા પ્રસંગો વાંચ્યા પછી એમાંથી ઊઠતી મંદ મંદ અદ્ભુત સુગંધનો મેં અહેસાસ કર્યો છે. લખાણમાંથી નીકળીને એ દિલોદિમાગને તરબતર કરી નાંખે, આંખોને ભીજવી દે, ગળામાં કાંઈક અટવાઈ ગયું હોય એવી પ્રતીતિ કરાવે એવું મેં ઘણી બધી વાર અનુભવ્યું છે. આશા રાખું છું કે એ જ અહેસાસ, એ જ પમરાટ આ વાતો વાંચનાર દરેકના આંતરમન સુધી પહોંચે અને શબ્દના આ અનેરા આયામનો બધાને પરિચય થાય.

ડૉ. આઈ. કે. વીજળીવાળા

 
મન ખિન્ન થાય, મૂંઝવા અનુભવાય ત્યારે આ પુસ્તકને અમૃતનો આસવ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું.

– દેવેન્દ્રભાઈ ભટ્ટ

લેખક મૂળ કથાના મર્મને ઉપસાવવા રસાળ શૈલી અને ભાષા યોજે છે. એ વાંચવાથી જીવનમાં પ્રેરણા અને શ્રદ્ધાબોધ મળશે.

– બકુલભાઈ ટેલર

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત