SHIV SANHITA

179 199 (10% Off)
Name: શિવસંહિતા
SKU Code: 10342
Weigth (gms): 200
Year: 2026
Pages: 112
ISBN: 9789366570693
Availability: In Stock

શિવસંહિતા : અસ્તિત્વને અજવાળતું મહાદેવજીનું માહાત્મ્ય

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શ્રાવણ માસની પાવનતા અને મહાદેવ પ્રત્યેની અખૂટ ભક્તિને શબ્દોમાં વ્યક્ત કરતી સુંદર કૃતિ છે ‘શિવસંહિતા’. સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ દ્વારા રચિત આ પુસ્તકમાં ભગવાન શિવ સાથે જોડાયેલા પાવન પ્રસંગો, ભાવભીની ભક્તિ, સ્તુતિ અને સ્તોત્રોનો રસસભર આસ્વાદ મળે છે.

મહાદેવના વિવિધ સ્વરૂપો, તેમની લીલાઓ અને ભારતીય આધ્યાત્મિક પરંપરામાં રહેલા શિવતત્ત્વને નજીકથી અનુભવવાની તક આ પુસ્તક વાચકને આપે છે. શ્રાવણના પવિત્ર મહિનામાં વાંચન સાથે ભક્તિ અને આધ્યાત્મિકતાનો સુંદર સંગાથ બને એવી આ કૃતિ છે.

‘શિવસંહિતા’ એટલે મહાદેવની ભક્તિ, ભાવ અને રહસ્યમય લીલાઓ સાથે જોડાતી એક સુંદર સાહિત્યિક યાત્રા - શ્રાવણ માસમાં પોતાને અને શિવતત્ત્વને વધુ નજીકથી અનુભવવા માટે.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લની પ્રતિષ્ઠિત દૈનિક 'દિવ્ય ભાસ્કર'ની લોકપ્રિય કૉલમ 'શ્રાવણસુધા' સંમાર્જિત સ્વરૂપે હવે 'શિવસંહિતા'ના નામે.

આ પુસ્તકમાં છે...

  • શ્રાવણ માસનાં માહાત્મ્ય સાથે શિવના અદ્ભુત અલૌકિક પાવન પ્રસંગો.
  • ભાવભીનાં ભજનો, સ્તુતિ અને સ્તોત્રો.
  • બાર જ્યોતિર્લિંગનો ઉજ્જ્વળ ઇતિહાસ અને વરખ મઢ્યો વર્તમાન.
  • જીવનને બદલી દેનારાં વિચાર મૌક્તિકો.
  • જીવથી શિવ અને આત્માથી પરમાત્મા સુધીની ઊર્ધ્વયાત્રા.
  • જીવનને સાત્ત્વિક, સકારાત્મક અને સુંદર બનાવવાની ચાવીઓ.
  • દેવાધિદેવ મહાદેવની રહસ્યલીલાનો ઉઘાડ.
  • જે પણ કલ્યાણરૂપ છે એ બધું શિવસ્વરૂપ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત