SHRI KRUSHNA EKAVAN

144 160 (10% Off)
Name: શ્રીકૃષ્ણ એકાવન
SKU Code: 9430
Publisher: KBOOKS
Weigth (gms): 200
Year: 2021
Pages: 160
ISBN: 9788194869115
Availability: In Stock

ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૧ પાવક પ્રસંગો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કૃષ્ણની કથાઓ કોઈપણને આકર્ષે તેવી મેઘધનુષી છે. મોહનની મોહિની એવી છે કે એમના જીવનના પ્રસંગો આપણે જાણતા હોઈએ, તો પણ વાંચવા કે સાંભળવા ગમે, વારંવાર વાંચીએ કે સાંભળીએ તો પણ નિત્યનવીન લાગે. આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનના 51 પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઈપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ભગવાન શ્રીકૃષ્ણના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રસંગો એ રીતે રજૂ કરવામાં આવ્યા છે કે મોટાભાગની વાર્તાઓ બાળકોને પણ વાંચીને સંભળાવી શકાય. નવી પેઢીને કૃષ્ણ વિશે વાર્તાઓ કહેવી હોય તો આપણી યાદશક્તિમાં જેટલી સચવાયેલી હોય તેટલી જ વાતો કહી શકીએ, જ્યારે આ પુસ્તક બાળકોને કૃષ્ણજીવનનાં પ્રસંગો વર્ણવવા માટે હાથવગું બની રહે તેમ છે. પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં પરાક્રમો અને લીલાઓ છે સાથે ઉપદેશ પણ વાર્તાના ભાગરૂપે જ એકદમ સરળતાથી વણી લેવામાં આવ્યો છે. પુસ્તકને શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનાં ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે. આ પુસ્તક ભગવાન શ્રીકૃષ્ણનું જીવનચરિત્રનું પુસ્તક નથી પણ ચરિત્રકીર્તનનું પુસ્તક છે, કૃષ્ણભક્તિની પાવક યમુનામાં ડૂબકી મારવા માટેનું છે!