SHWAS NI SERENDIPITY

134 149 (10% Off)
Name: શ્વાસની સેરેન્ડિપિટી
SKU Code: 9571
Weigth (gms): 120
Year: 2020
Pages: 128
ISBN: 9789390298884
Availability: In Stock

શ્વાસની સેરેન્ડિપિટી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શ્વાસની સેરેન્ડિપિટી એટલે શું? ધારો કે આવતીકાલે સવારે ઈશ્વર આપણને ‘શો કૉઝ નોટીસ’ આપે કે ‘તમારું મૃત્યુ કેમ ન થવું જોઈએ?’ તો એનો જવાબ આપણા કોઈની પાસે નથી. આ જગત પર આપણને જીવતાં રહેવા દેવા માટેનું કોઈ જ વૅલિડ રીઝન આપણી પાસે નથી અને કદાચ હોય તો પણ કયા અધિકાર સાથે એ ‘ઉધાર માંગેલા’ શ્વાસ જાળવી રાખવાની માંગણી કરી શક્યા હોત જે શ્વાસ આપણા છે જ નહીં? આ પૃથ્વી પર અવતરવા માટે આપણે કોઈએ સ્પેશિયલ અરજી કરી નહોતી અને તેમ છતાં સાવ અનાયાસે જ આપણે અહીંયાં છીએ.

કોરોના મહામારીના સમયમાં જ્યારે હજારો લોકો અકાળે અવસાન પામી રહ્યાં છે, ત્યારે એ મૃતદેહોના ઢગલા વચ્ચે પણ આપણું જીવતા હોવું એ ફક્ત એક સંયોગ છે. ઈટ્સ જસ્ટ અ કો-ઈન્સિડન્સ ઓન્લી. એને આપણી લાયકાત કે ઉપલબ્ધિ ન સમજવી.

વૅન્ટિલેટર પર રહેલો અને ઑક્સિજન માટે વલખાં મારતો પેલો જણ કદાચ આપણે પોતે પણ હોઈ શકીએ. પરંતુ વૅન્ટિલેટર પર આપણે નથી, એ આપણા પર રહેલી ઈશ્વરની મહેરબાની છે. કોઈપણ જાતના કૃત્રિમ સપૉર્ટ વગર આપણા ફેફસાંની અંદર હજી પણ મુક્ત રીતે શ્વાસની અવરજવર થઈ શકે છે, તે ઘટના જ એક ચમત્કાર છે. એક એવું સુખ જે કોઈપણ જાતના પ્રયત્નો કે લાયકાત વગર આપણને દરેક ક્ષણે મળતું જ રહે છે. 

અનાયાસે મળી ગયેલું અદ્ભભુત અને આપણા ગજા બહારનું સુખ એટલે સેરેન્ડિપિટી. એવું કશુંક, જે માંગ્યું નહોતું ને છતાં મળ્યું છે. અણધાર્યું, આશ્ચર્યજનક અને આકસ્મિક પરંતુ સુખદ બન્યું છે. એ ઘટના એટલે સેરેન્ડિપિટી. આપણા દરેકના જીવનમાં રહેલી સૌથી મોટી સેરેન્ડિપિટી એટલે આપણા હજી પણ ચાલી રહેલા શ્વાસ. અસ્તિત્વથી વધારે ભવ્ય અને સુખદ ઘટના બીજી કઈ હોઈ શકે? 

-ડૉ. નિમિત્ત ઓઝા



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત