SO VATNI EK VAT JINDAGI

315 350 (10% Off)
Name: સો વાતની એક વાત જિંદગી
SKU Code: 8392
Weigth (gms): 400
Year: 2012
Pages: 248
ISBN: 9788184406870
Availability: In Stock

સો વાતની એક વાત જિંદગી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

તેજસૂત્રમાં પરોવાયેલા મણકા...

‘ઘરે-બાહિરે' - ઘરબહાર અને ઘરની અંદર કોઈ વર્તમાનપત્રમાં વાંચીને પોતાનો દહાડો સુધારનાર બૉસુમાર વાચકોએ મારી જેમલેખકને પુસ્તક પ્રકાશિત કરવાનો આગ્રહ કર્યો છે. તાત્પર્ય કે શ્રી ભૂપતભાઈ વડોદરિયાના દાખલામાં લોકપ્રિયતાનું ચળકતું અબરખ હજુ ઊખડી ગયું નથી !
કાર્નેગી, પિલ કે નેપોલિયન હિલ જેવાની ‘બેસ્ટ સેલર' ચોપડીઓ વાંચી મિથ્યા ગૌરવિ લેતા વાચકોએ લેખકના આ વૈચારિક પુરુષાર્થની નોંધ લઈ કદર કરવી જ પડશે અહીં ‘ગૂડી ગૂડી’ સુષ્ઠુ સુષ્ઠુ ‘પોઝિટિવ થિંકિંગ’ જ માત્ર નથી, ‘રાઈટ થિંકિંગ' યથાર્થ વિચારચંક્રમણ પણ છે. એક વાક્યમાં - સરસ અને નીરસ, શુભ અને અશુભના સંમિશ્રણરૂપ જીવનની ભાતીગળ જયિંતાઓનું સુઘડ સરસ સરવૈયું છે. ‘અહીં તર્કની તીક્ષ્ણ ધાર નથી,વૈચારિક વાડો કે વાદ નથી, પરંતુ સંસારવહેવારની નિર્મળ કોઠાસૂઝ છે, અંગત સમસ્યાઓનું સામાજિક સ્તરે નિખાલસ નિરૂપણ ને શામક નિરાકરણ છે અને ખાસ તો જિંદગીને જોવા જાણવા, માણવા પ્રમાણની પોતીકી દૃષ્ટિ છે. એ દૃષ્ટિ ભૌતિકવાદને ભાંડવામાં રાચતી નથી, તો એ જ સર્વોપરી છે એમકયારેય ઠસાવતી નથી.’ ભાષાના શાંત તેજના સૂત્રમાં પરોવાયેલા - સમાજ, સાહિત્ય, રાજકારણમાંથી ઉપાડેલા સત્ય પ્રસંગોના-મણકા વિદ્યાર્થીઓ તેમજ વકતૃત્વરસિકો સૌ કોઈને ઉપયોગી નીવડશે. હાર્દિક અભિનંદનો

રાધેશ્યામ શર્મા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત