TARA ANE MARA PACHHINI VAAT

293 325 (10% Off)
Name: તારા અને મારા પછીની વાત
SKU Code: 10263
Weigth (gms): 350
Year: 2021
Pages: 288
ISBN: 9789393223449
Availability: In Stock

તારા અને મારા પછીની વાત

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સંબંધો વિજાતીય હોય, સંતાન અને માતા-પિતાના હોય, પોતાની જાત સાથેના હોય, ગેજેટ્સ-ટેક્નૉલૉજી કે મહામારી સાથેના હોય, વ્યક્તિની પ્રસન્નતા અને માનસિક સુખાકારી માટે દરેક સંબંધોની તંદુરસ્તી અનિવાર્ય છે. સંબંધોને બારીકાઈથી પરખતી અને પરિપક્વ દિશાસૂચન કરતી વાતોની, જાણીતા મનોચિકિત્સક ડૉ. હંસલ ભચેચ દ્વારા લખાયેલી, સંબંધોને મજબૂત બનાવતી અત્યંત લોકપ્રિય પુસ્તક શ્રેણી ‘Relationship Builder Series’નું નવલું પુસ્તક...

ટીનએજર્સ સાથેના સંબંધો દરેક પેઢીનાં માતા-પિતા માટે પડકારરૃપ રહ્યા છે. આજે માહિતીના અફાટ વિસ્ફોટ, રોજ બદલાતી ટેક્નૉલૉજી અને મહામારી વચ્ચે એ વધુ જટિલ અને મૂંઝવી નાખે એવા બની રહ્યા છે. ટીનએજર્સ સાથે અસરકારક સંવાદ તેમના મૂડ, ટેમ્પરામેન્ટ અને વિચારો સાથે અનુકૂલન કેળવવું પડે. આ પુસ્તકમાં ડૉ. હંસલ ભચેચના બારીક મનોવિશ્લેષણ અને પરિપક્વ અનુભવના નિચોડથી લખાયેલી સરળ વાતો તમને આ અનુકૂલન કેળવવામાં અને ટીનએજર્સ સાથેના સંબંધો ઉમદા બનાવવામાં દિશાસૂચક બની રહેશે.

વિજાતીય સંબંધો, સંતાન અને સ્વ સાથેના સંબંધો ઉપરાંત આજના સમયમાં ગેજેટ્સ-ટેક્નૉલૉજી સાથેના સંબંધો પર પણ તમારી પ્રસન્નતા અને માનસિક સ્વસ્થતાનો ઘણો મોટો આધાર છે. ટેક્નૉલૉજીનો પોતાના લાભમાં વ્યવહારુ ઉપયોગ ઊંડી સૂઝ અને સમજદારી માંગી લે છે. આ વિષયમાં ડૉ. હંસલ ભચેચનો, ટેક્નૉલૉજી તમને નહીં, તમે ટેક્નૉલૉજીને વાપરો એવો લેખકનો દૃષ્ટિકોણ તમારા માટે એક તંદુરસ્ત વિચારબીજ બની શકે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત