VISHVA NE BADLI NAKHANAR COMPANIO

176 195 (10% Off)
Name: વિશ્વને બદલી નાખનાર કંપનીઓ
SKU Code: 8877
Publisher: KBOOKS
Weigth (gms): 240
Year: 2020
Pages: 216
ISBN: 9788194272724
Availability: In Stock

જગતના અર્થકારણને બદલી નાખનાર ૧૦૧ ઔદ્યોગિક કંપનીઓનો અનોખો પરિચય.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વિશ્વને બદલી નાખનાર 101 કંપનીઓનું આ પુસ્તક અનેક રીતે અનોખું છે. ધંધો અને વ્યવસાય ગુજરાતીઓના લોહીમાં છે, છતાં જગતને બદલી નાખનારી કંપનીઓ અંગે આપણી ભાષામાં ખાસ માહિતી ઉપલબ્ધ નથી. આ પુસ્તકમાં જગતમાં છેલ્લા 500 વર્ષમાં સ્થપાયેલી અને વિકસેલી 101 કંપનીઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. આમ, આ પુસ્તક જગતનો છેલ્લા 500 વર્ષનો આર્થિક ઇતિહાસને ઘડનારી કંપનીઓની યાત્રા કરાવે છે.

આ પુસ્તકમાં સમાવાયેલી કંપનીઓ જગતની મોટામાં મોટી કંપનીઓ હોય તેવું આવશ્યક નથી, પરંતુ જે કંપનીઓએ જગતના આર્થિક વિકાસને નવી દિશા આપી હોય કે કાયમી છાપ છોડી હોય, નવા સંશોધન કે વિચાર દ્વારા સાવ નવી જ વસ્તુ કે સેવા પ્રસ્તુત કરી હોય; તેવી કંપનીઓને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. આ પુસ્તકમાં સમાવવામાં આવેલી મોટાભાગની કંપનીઓ આજે કાર્યરત છે, પરંતુ અમુક કંપનીઓ તેની કામગીરી પૂર્ણ કરી ઇતિહાસના પાનાંઓમાં સમાઇ ગઇ છે, છતાં જગતના અર્થકારણના ઇતિહાસમાં યોગદાન બદલ અહીં તેનો સમાવેશ અનિવાર્ય છે.

આ પુસ્તક ગુજરાતના વાચકોને માહિતીની સાથે વ્યવસાયિક ક્ષેત્રે નવા સોપાનો સર કરવાની પ્રેરણા પણ આપશે.